Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૭ :
એક સમયની સ્વસન્મુખ પર્યાયમાં આખા આત્માની કબુલાત આવી જાય છે.
પર્યાયમાં જ્ઞાન–આનંદનો જે સ્વાદ સ્વસન્મુખતાથી આવ્યો તેવા જ્ઞાન–આનંદ–
રસનો સમુદ્ર હું છું–એમ ગંભીર ચૈતન્યતત્ત્વ ધર્મીની અનુભૂતિમાં આવી
ગયું છે.
(૭૨)
તે ધર્મીએ સ્વસન્મુખ થઈને પોતાની પર્યાયમાં ચૈતન્યપ્રભુની પ્રતિષ્ઠા
કરી છે. (૭૩)
અહા, આત્મા પોતે પોતાને સ્વાનુભૂતિથી કબુલ કરીને પરમસ્વરૂપે પર્યાયમાં
પ્રસિદ્ધ થયો પછી ત્યાં ભવ કેમ રહે? તે નિઃશંક જાણે છે કે અમારી પર્યાયમાં
પરમાત્મા જાહેર થયા છે, –પ્રસિદ્ધ થયા છે–પ્રગટ થયા છે. પરમાત્મા અમારી
પર્યાયમાં બિરાજ્યાં છે; તેમાં હવે રાગ કે ભવ રહી શકે નહીં. અમે જિનનાથને
અનુસરનારા જૈન થયા છીએ. આવા જૈનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગની
માન્યતા તે મિથ્યાત્વ છે.
(૭૪)
સ્વસન્મુખ થઈને અમે જૈનમાર્ગમાં આવ્યા, હવે અમારી પર્યાયમાં ભવનો ભાવ
રહે નહીં. પરિણતિ તો રાગથી છૂટીને ચૈતન્યપ્રભુ સાથે જોડાઈ ગઈ– ત્યાં હવે
ભવદુઃખ કેવા? ને અવતાર કેવા? એ તો આનંદ કરતો–કરતો જૈનમાર્ગે
મોક્ષપુરીમાં ચાલ્યો જાય છે. તે રત્નત્રયનો ભક્ત છે–ભક્ત છે... મોક્ષના ડંકા
તેની પર્યાયમાં વાગી રહ્યા છે.
(૭૫)
અહો, ગણધરાદિ જૈનભગવંતોએ જે જીવાદિ તત્ત્વો કહ્યાં અને તેમાં જે ચૈતન્ય
પરમતત્ત્વ કહ્યું, તે ચૈતન્યતત્ત્વને જેણે પોતાની સ્વાનુભૂતિમાં પ્રસિદ્ધ કર્યું તે જૈન
થયો, તેને ભવનો અભાવ થઈ ગયો. ભવનો અભાવ કરનારું આનંદમય
ચૈતન્યતત્ત્વ તેની પર્યાયમાં પ્રસિદ્ધ વર્તે છે. આવો જીવ ભગવાનનો ખરો ભક્ત
છે. તેને રત્નત્રસ્વરૂપ નિર્વાણભક્તિ નિરંતર વર્તે છે.
(૭૬)
નિશ્ચય ભક્તિનો સંબંધ પોતાના આત્મા સાથે છે. આત્મસન્મુખતારૂપ આ
ભક્તિ તે જ ઉત્તમ ભક્તિ છે. આ ભક્તિમાં સર્વ આત્મપ્રદેશે અત્યંત આનંદરૂપી
અમૃતના ઊભરા વહે છે, ને તેનાથી આત્મા પરિતૃપ્ત થાય છે. સર્વે જિનવરો
આવી ભક્તિ કરીને મુક્તિ પામ્યા. માટે હે ભવ્ય મહાજનો! તમે પણ આત્માને
વીતરાગી સુખ દેનારી આવી ઉત્તમ ભક્તિ કરો..
(૭૭)