Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 49

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
આ ભારતવર્ષમાં ઋષભદેવથી માંડીને મહાવીરદેવ સુધી ર૪ તીર્થંકર જિનવરો
થયા, ને બીજા પણ અનંતા જિનવરો ભૂતકાળમાં થયા ને મોક્ષસુખ પામ્યા; તે
બધા જિનવરો જે ભક્તિ કરીને મોક્ષસુખ પામ્યા તે ભક્તિનો સંબંધ પોતાના
નિજ આત્મા સાથે જ હતો. શુદ્ધઉપયોગને નિજાત્મામાં જોડીને તેમણે આત્માની
પરમભક્તિ કરી, ને તેના વડે મોક્ષસુખ પામીને, વીતરાગી આનંદમય
પરમસુખના વેદનથી તેઓ પરિતૃપ્ત થયા. આવું સ્વરૂપ જાણીને હે મુમુક્ષુ! તું
પણ તારા ઉપયોગને શુદ્ધઆત્મામાં જોડીને આવી ભક્તિ કર.
(૭૮)
અહા, શુદ્ધાત્મામાં ઉપયોગની એકાગ્રતારૂપ આ પરમ યોગભક્તિમાં આત્માના
અસંખ્યપ્રદેશ આનંદરસમાં તરબોળ થઈ જાય છે. એ આનંદના વેદનથી થતી
તૃપ્તિની શી વાત! એ વીતરાગસુખની શી વાત!
(૭૯)
આત્માનો શુદ્ધસ્વભાવ ત્રિકાળ છે તે ભૂતાર્થ છે–સત્યાર્થ છે ને તેમાં અભેદ
થયેલી શુદ્ધપર્યાય તે પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; રાગાદિભાવો અભૂતાર્થ છે.
પર્યાયે અંતર્મુખ થઈને જ્યાં ભૂતાર્થ ભગવાનની સમીપતા કરીને તેમાં જોડાણ
કર્યું ત્યાં તે પર્યાયમાં વીતરાગી આનંદના ફૂવારા ઊછળ્‌યા.
(૮૦)
જેને ભવછેદક નિર્વાણભક્તિ પ્રગટી છે, એટલે કે જેને રત્નત્રયની આરાધના
વર્તે છે એવા ધર્માત્મા કહે છે કે અહો! શ્રીગુરુના સાન્નિધ્યમાં નિર્મળ સુખકારી
ધર્મ અમે પ્રાપ્ત કર્યો છે, અને ચૈતન્યના અગાધ મહિમાને જાણનારા જ્ઞાનવડે
સમસ્તમોહનો મહિમા નષ્ટ થઈ ગયો છે. –આવો હું રાગદ્વેષરહિત શુદ્ધ
ધ્યાન વડે શાંતચિત્તથી આનંદમય નિજતત્ત્વમાં ઠરું છું, નિજપરમાત્મામાં લીન
થાઉં છું.
(૮૧)
જુઓ, શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ શું? કે નિર્મળ સુખકારી ધર્મની પ્રાપ્તિ થઈ તે
શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ છે. શ્રીગુરુનો ઉપદેશ પણ એ જ છે કે રાગથી પાર
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવી. જેણે આવી અનુભૂતિ કરી તેણે જ ખરેખર
શ્રીગુરુને ઓળખીને તેમનું સાન્નિધ્ય સેવ્યું છે. શ્રીગુરુના ઉપદેશના સારરૂપ
આનંદમય આત્મઅનુભૂતિ તેણે પ્રાપ્ત કરી લીધી.
(૮૨)
માત્ર શુભરાગ તે કાંઈ શ્રીગુરુના ઉપદેશનો સાર ન હતો. જે રાગમાં અટક્યો છે
ને રાગથી પાર ચૈતન્યથી સમીપતા નથી કરતો, તે શ્રીગુરુની નજીક નથી