Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૯ :
પણ દૂર છે. ચૈતન્યની સમીપતા કરીને જેણે નિર્મળ સુખકારી ધર્મ પ્રાપ્ત કર્યો
તેણે જ ખરેખર શ્રીગુરુની સમીપતા કરી, અને મોહના જોરને જ્ઞાનબળથી
નષ્ટ કર્યું.
(૮૩)
એકલા શાસ્ત્રથી નહિ પણ જ્ઞાની ગુરુના સાન્નિધ્યથી આત્મતત્ત્વને જાણતાં
નિર્મળ સુખરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગપરિણતિ તે સુખરૂપ
ધર્મ છે, તેની પ્રાપ્તિ ચૈતન્યસ્વભાવમાં સન્મુખતાથી થાય છે. અંતરમાં પોતાના
પરમતત્ત્વની સમીપતા છે ને નિમિત્તરૂપે ગુરુની સમીપતા છે.
(૮૪)
ગુરુ કેવા છે? કે જેઓ ચૈતન્યતત્ત્વનો મહિમા બતાવીને તેમાં દ્રષ્ટિ કરવાનું કહે
છે. શ્રીગુરુની સમીપતાથી આવા આત્મતત્ત્વની દ્રષ્ટિ કરીને, જ્ઞાનના મહિમાવડે
સમસ્ત મોહનો મહિમા નષ્ટ કરી નાખ્યો છે. ચૈતન્યનો મહિમા પ્રગટ્યો ત્યાં
મોહનો મહિમા તૂટ્યો. હજી સમ્યગ્દર્શન થતાં વેંત સમસ્ત મોહ નષ્ટ ન થઈ
જાય, પણ તે મોહનો મહિમા તો નષ્ટ થઈ ગયો છે, તેનું અનંતુ જોર તૂટી
ગયું છે.
(૮૫)
શ્રીગુરુની સમીપમાં ચૈતન્યતત્ત્વ સાંભળીને હે ભવ્ય! તું અંતરતત્ત્વની સમીપમાં
જા... ત્યાં ચૈતન્યનો પરમ મહિમા જ્ઞાનમાં આવતાં જ પરભાવનો મહિમા છૂટી
જશે. આવા તત્ત્વને અંતરમાં અનુભવવું તે શ્રીગુરુના સાન્નિધ્યમાં કરવાનું છે,
તે જ શ્રીગુરુની આજ્ઞા છે.
(૮૬)
હજી રાગ–દ્વેષ હોવા છતાં, ધર્મીને સમ્યગ્દર્શનમાં ચૈતન્યપરમેશ્વરની પ્રાપ્તિ થતાં
તેના મહિમામાં જ્ઞાન લીન થયું, તે જ્ઞાનધારા સમસ્ત રાગાદિ પરભાવોથી છૂટી
પડી ગઈ, તેમાં આનંદકંદ આત્માનો જ મહિમા રહ્યો. –આનું નામ
નિર્વાણમાર્ગની
ભક્તિ છે. (૮૭)
અહો, શ્રીગુરુએ મને એમ કહ્યું કે તું તારા આનંદમય પરમાત્મતત્ત્વ પાસે જા. એ
રીતે શ્રીગુરુના ઉપદેશથી પરમાત્મતત્ત્વ પાસે જતાં (અંતર્મુખ પરિણતિ કરતાં)
આનંદકારી ધર્મદશા મને પ્રગટી, તેમાં હવે રાગાદિનો મહિમા રહી શકે નહીં. જેને
પરનો કે શુભરાગનો પણ મહિમા લાગે તેને પોતાના વીતરાગી આનંદમય
તત્ત્વનો મહિમા આવતો નથી ને સુખકારીધર્મ તેને પ્રગટતો નથી, તે તો રાગના
દુઃખને
અનુભવે છે. (૮૮)