રહેજે, કે અમારા ઉપર શુભરાગ કરીને અટકી રહેજે– એમ ન કહ્યું, પણ
શ્રીગુરુએ તો એમ કહ્યું કે તારા પરમાત્મા તારા અંતરમાં તારી સમીપ જ
બિરાજે છે, તેને અનુભવમાં લે. વાણીનું ને રાગનું લક્ષ છોડીને, પરનો મહિમા
છોડીને, આત્માના પરમસ્વભાવનો મહિમા લક્ષમાં લે–એ જ બાર અંગનો સાર
છે. જ્ઞાન–આનંદમય આત્માની અનુભૂતિ જ સર્વ સિદ્ધાંતનો સાર છે, તે જ
ગુરુનું પરમાર્થ સાન્નિધ્ય છે, તે સિદ્ધની નિશ્ચયભક્તિ છે, ને તે જ નિર્વાણનો
આનંદમય માર્ગ છે. (૮૯)
સાર છે. જેણે સ્વાનુભૂતિ કરી તેણે સર્વ સિદ્ધાંતનો સાર જાણી લીધો; પછી ત્યાં
એવી કોઈ અટક નથી કે બાર અંગ ભણે તો જ આત્માની અનુભૂતિ થાય. તેને
શાસ્ત્રભણતરનું બંધન નથી કે આટલા શાસ્ત્રો વાંચવા જ પડશે. જેણે સર્વ
શાસ્ત્રના રહસ્યભૂત આત્માનું ભણતર ભણી લીધું, –તેની અનુભૂતિ કરી લીધી,
તેણે આખા સર્વજ્ઞ પરમાત્મા પોતામાં પ્રાપ્ત કરી લીધા. –તે ભક્ત છે, તે
આરાધક છે, તે મોક્ષનો પંથી છે. અરે, આત્મઅનુભૂતિના મહિમાની લોકોને
ખબર નથી, અને બહારના શાસ્ત્રભણતર વગેરે પરલક્ષી જાણપણામાં તેઓ
અટકી જાય છે. પણ શાસ્ત્રોએ કહેલું ચૈતન્યતત્ત્વ અંતરમાં બિરાજી રહ્યું છે– તેની
સન્મુખતા કર્યાં વગર શાસ્ત્રનું રહસ્ય પણ સમજાય નહિ. (૯૦)
અંદર શાંતરસના શેરડા છૂટે છે. આવી અનુભૂતિ તે જ નિર્મળ સુખકારી ધર્મ છે.
આવો ધર્મ મેં પ્રાપ્ત કર્યો છે અને આવા આનંદમય આત્મતત્ત્વના જ્ઞાન વડે
સમસ્તમોહનો મહિમા મેં નષ્ટ કર્યો છે; જ્ઞાનતત્ત્વનો અગાધ મહિમા પ્રગટ્યો
ત્યાં મોહનો મહિમા છૂટી ગયો. આ રીતે શ્રીગુરુની સમીપતામાં મારા
પરમતત્ત્વને પ્રાપ્ત કરીને, હવે હું તેમાં જ લીન થાઉં છું. બધા તીર્થંકરોએ આમ
કર્યું છે ને હું પણ તે તીર્થંકરોના માર્ગે જાઉં છું, –આવી દશાનું નામ પરમભક્તિ
છે. આ ભક્તિ ભવને છેદનારી છે ને આ ભક્તિમાં ચૈતન્યના આનંદરસના
ફૂવારા ઊછળે છે. (૯૧)