Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
* સ્વાશ્રિત–વીતરાગમાર્ગની શ્રદ્ધા તો જરૂર કરજે. શ્રદ્ધામાં આ સિવાય બીજું
વિપરીત માનીશ નહિ; પરાશ્રિતભાવમાં કલ્યાણ માનીશ નહીં. પરમાત્મતત્ત્વની
શ્રદ્ધા રાખીશ તોપણ તારો આરાધકભાવ ચાલુ રહેશે, ને અલ્પકાળે મોક્ષ થશે.
* સમ્યગ્દર્શન તે પણ ધર્મીનું આવશ્યક કાર્ય છે. આવા સમ્યગ્દર્શન ઉપરાંત જો
ધ્યાનમાં એકાગ્રતારૂપ સામાયિકાદિ થઈ શકે તો તે ઉત્તમ છે, તે તો સાક્ષાત્
મોક્ષમાર્ગ છે; ને એવું ન થઈ શકે તો સમ્યક્ત્વમાં તો તું જરાય શિથિલ થઈશ
નહિ. વિકલ્પ હોય તેની મીઠાશ કરીશ નહીં. તેનાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા
બરાબર કરજે.
* સહજ જ્ઞાન–આનંદમય નિજપરમાત્મતત્ત્વની સન્મુખ થઈને જે નિશ્ચલ સ્થિર
પરિણામ થાય તે જ ભવને છેદવા માટેનો કુહાડો છે, અંતરમાં સ્થિર થતાં જે
શાંત નિષ્ક્રિય (એટલે વિકલ્પની ક્રિયાથી રહિત) દશા થઈ તે જ પરમ
આવશ્યક છે, તેનાથી સામાયિકની પૂર્ણતા થાય છે એટલે તેમાં વિકલ્પની
વિષમતા વગરની પરમ શાંતિ ને સમતા છે, તે મુમુક્ષુને પરમ ઉપાદેય છે–તેનું
ફળ નિર્વાણ છે. આ સિવાય બાહ્ય આવશ્યકના જે વિકલ્પો છે તે તો
કોલાહલવાળા છે, તેનું ફળ તો અનુપાદેય છે, તેમાં શાંતિ નથી, વિકલ્પમાં તો
અશાંતિ છે.
* શાંતિ તો સ્વાશ્રિતભાવમાં છે. જેટલો સ્વાશ્રય થાય તેટલી જ શાંતિ છે, તેટલો
જ નિર્વાણમાર્ગ છે ને તે જ ઉપાદેય છે. અંતરમાં એકાગ્રતા થતાં એક વિકલ્પ
પણ ન ઊઠે એવો પૂર્ણ સ્વાશ્રયભાવ તે મોક્ષ માટે મુનિઓનું પરમ
આવશ્યક કાર્ય છે. ને શ્રાવક–ધર્માત્માને પણ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્શ્રદ્ધા,
તથા જ્ઞાનપૂર્વક જેટલે અંશે વીતરાગભાવ વર્તે છે તેટલું જ આવશ્યક છે; તે
સિવાય બીજા કોઈ રાગાદિભાવો તે કાંઈ ધર્મીનું આવશ્યક નથી, તે મોક્ષનો
માર્ગ નથી.
* આજ તો આવા ધર્મને સાધવાની મોસમ એટલે પર્યુષણ છે, મોક્ષના માર્ગની
મોસમ છે. અંતર્મુખ આત્મતત્ત્વનો જેણે આશ્રય લીધો તેને આત્મામાં સદાય
ધર્મની જ ધીખતી મોસમ છે. અરે, તારા સ્વભાવની સન્મુખ થઈને તું અત્યારે
ધર્મની કમાણી કરી લે. કમાણી માટે આ ઉત્તમ અવસર છે.
* આત્માના ગુણો આત્માના આધારે છે; આત્માનો કોઈ ગુણ કોઈ બીજાના આધારે