Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૫ :
કે રાગના આધારે નથી. કોઈ જીવને સમ્યક્ત્વાદિનો ઘાત થાય તેથી કાંઈ તે
જીવને શરીરની ક્રિયાનો કે શુભરાગનો ઘાત થઈ જતો નથી. તે ક્રિયા એવી ને
એવી હોવા છતાં અજ્ઞાનીને સમ્યક્ત્વાદિનો ઘાત થાય છે;– કેમકે સમ્યક્ત્વાદિ
ધર્મો જીવના છે, તે કાંઈ શરીરની ક્રિયાના આધારે કે રાગના આધારે નથી.
સમ્યક્ત્વાદિ ધર્મો જો શરીરના આધારે હોય તો, તે સમ્યક્ત્વાદિનો ઘાત થતાં
શરીરનો ને રાગનો પણ ઘાત થઈ જવો જોઈએ.
* વળી, શરીરની ક્રિયાના ઘાતથી કે શુભરાગના ઘાતથી કાંઈ જીવના સમ્યક્ત્વાદિ
ગુણોનો ઘાત થઈ જતો નથી; શરીરાદિનો ઘાત થવા છતાં જીવના સમ્યક્ત્વાદિ
ધર્મો એવા ને એવા રહે છે; કેમકે સમ્યક્ત્વાદિ ધર્મો જીવના છે, તે કાંઈ શરીરની
ક્રિયાના આધારે કે રાગના આધારે નથી. જો શરીરાદિના આધારે જીવના
સમ્યક્ત્વાદિ ધર્મો હોય તો, તે શરીરાદિનો ઘાત થતાં સમ્યક્ત્વાદિનો પણ ઘાત
થઈ જવો જોઈએ. પણ એમ તો દેખાતું નથી.
* આ રીતે જીવના સમ્યક્ત્વાદિ ધર્મોને, અને રાગ તથા શરીરાદિની ક્રિયાને,
અત્યંત ભિન્નપણું છે, તેમને આધાર–આધેયપણું નથી. જીવના સમ્યક્ત્વાદિ
ધર્મો જીવના જ આધારે છે, પરના આધારે નથી. –આવું ભેદજ્ઞાન કરનાર જીવ,
પોતાના સમ્યક્ત્વાદિ સમસ્ત ગુણો માટે પોતાના સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે,
પોતાના ગુણોમાં કોઈપણ પરદ્રવ્યનો કે રાગનો આશ્રય તે માનતો નથી.
* એવો ભેદજ્ઞાની જીવ પોતાના ગુણો પોતાના જ આત્મામાં જાણતો હોવાથી તેને
કોઈ પરદ્રવ્ય ઈષ્ટ–અનિષ્ટ દેખાતું નથી; પરદ્રવ્ય મારો કોઈ ગુણ આપતું નથી,
પછી તેના ઉપર રાગ શો? તેમજ પરદ્રવ્ય મારા કોઈ ગુણનો ઘાત કરતું નથી–
પછી તેના ઉપર દ્વેષ શો? આમ વીતરાગ–અભિપ્રાયવડે ધર્મી જીવ
જ્ઞાનચેતનારૂપે પરિણમતો થકો પરનો સંબંધ છોડે છે. જ્ઞાનચેતનાના
સમ્યક્ત્વાદિભાવોમાં તેને રાગાદિ છે જ નહિ. અવસ્થામાં જે કિંચિત રાગાદિ
દેખાય છે તે જ્ઞાનચેતનામાં તન્મયપણે નથી પણ ભિન્નપણે છે.
* ધર્મી કહે છે કે અહો! અમારા જ્ઞાનાદિ સમસ્તગુણો અમારા આત્માના જ
આશ્રયે પરિણમી રહ્યા છે–એમ અમે સમ્યક્પ્રકારે દેખીએ છીએ; સમ્યક્ત્વાદિ