ફોન નં. : ૩૪ ‘આત્મધર્મ’ Regd. No. G. 128
વીતરાગી સંતોની મધુરી પ્રસાદી
૧. અહો જિનભગવંતો! આત્માની આરાધના કરાવનારો આપનો સ્વ–વશ
માર્ગ... ખરેખર અદ્ભુત છે, આશ્ચર્યકારી છે; આપનો આ માર્ગ અમને
મહા આનંદ આપે છે.
ર. જેમ શીતળ–મીઠું પાણી તરસ્યાના ગળે તુરત ઊતરી જાય છે તેમ
ચૈતન્યસ્વાદથી ભરેલી વીતરાગી સંતોની મીઠી–મધુરી વાણી મુમુક્ષુના
અંતરમાં તરત ઊતરી જાય છે.
૩. શરીર ભલે ભડભડ બળતું હોય, તે જ વખતે આત્મા પોતાની
વીતરાગીશાંતિમાં ઠરી શકે છે; –કેમકે બંને તત્ત્વ જુદા છે.
૪. પંચપરમેષ્ઠીને સાથીદાર રાખીને જે મોક્ષના પંથે ચાલ્યો તે કદી માર્ગ
ભૂલશે નહિ. તેને વચ્ચે કોઈ વિધ્ન આવશે નહિ.
પ. જેમ હાથી ખાબોચિયામાં ડુબતો નથી તેમ સુખનો દરિયો. જેણે પોતામાં
દેખ્યો છે એવા જ્ઞાની–હસ્તી વિષયોના મેલા ખાબોચિયામાં ડુબતા નથી.
૬. તડકો સદા તડકો નથી રહતો, તડકા પછી થોડા વખતમાં છાંયો આવે છે;
હે જીવ! તું ધૈર્યથી કામ લે, તારા દુર્દિન થોડા વખતમાં વીતી જશે.
૭. અરે ભાઈ, જગત માટે તેં ઘણુંઘણું કર્યું–તે તો બધું નિષ્ફળ ગયું! હવે તો
આત્મા મળે, આત્મા રીઝે ને પોતાને શાંતિ થાય–એવું કર.
૮. ત્રણ લોકમાં બધે ફરી ફરીને શોધતાં છેવટે એક જ વસ્તુ સુંદર મીઠી
લાગી... અહો, આ ચૈતન્યતત્ત્વ જ સુંદરમાં સુદર, ને આનંદના મીઠા
સ્વાદવાળું છે.
૯. અહો, આ ચૈતન્યતત્ત્વ અનંતગુણનું મહા મંદિર છે; આ પરમાત્મમંદિરમાં
પંચપરમેષ્ઠીઓ, રત્નત્રય અને જિનાગમો એ બધું બિરાજી જ રહ્યું છે.
૧૦. સંત કહે છે– હે ભાઈ! તું આ સુંદર તત્ત્વના મધુર સ્વાદના સંસ્કાર તારા
આત્મામાં ઊતારજે, –તેનું અપૂર્વ ફળ તને અત્યારે જ મળશે.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૩પ૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ભાદરવો (૩૫૯)