ક્ષમાની સાથે ચૈતન્યની શાંતિ વગેરે અનંતગુણોનો પરિવાર છે.
ક્રોધને કોઈ ગુણનો સાથ નથી, અને તેનું કોઈ મિત્ર નથી.
જ્યારે ક્ષમાને કોઈ શત્રુ નથી, ને તેને સર્વ ગુણોનો સાથ છે.
ક્ષમાની તાકાત અપાર છે; ક્રોધમાં તો કાયરતા છે.
ક્ષમાના શાંતસરોવરમાંથી નીકળીને ક્રોધના ભઠ્ઠામાં કોણ સળગે?
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ ક્યાંથી જાણે? તેમ
કોંધમાં સળગતો જીવ ક્ષમાની મજાને ક્યાંથી જાણે? –
વાહ રે વાહ! ક્ષમાની અદ્ભુત મજા! એનો સ્વાદ ધર્મી જ ચાખે છે.