વેલાવેલા પધારો પ્રભુ! પરમાગમ–મંદિરમાં
અહો, વહાલા વીરનાથ! આપનો સુંદર માર્ગ અમારા મહાભાગ્યે
ગુરુકહાન દ્વારા અમને પ્રાપ્ત થયો... આપના માર્ગમાં વહેતા વીતરાગી
આનંદનાં વહેણથી અમે પાવન થયા. સમંતભદ્રસ્વામીએ ખરૂં જ કહ્યું છે કે
મિથ્યાત્વી–ચિત્ત આપને પૂજી શકતું નથી, સમ્યકત્વી જ આપને પૂજે છે.
અહા, આપની સર્વજ્ઞતા, આપની વીતરાગતા, અને શુદ્ધાત્માના
આનંદસ્વાદથી ભરેલો આપનો ઉપદેશ, –એની મહાનતાને જે ઓળખે છે
તે તો આપના માર્ગ ચાલવા માંડે છે, ને તેના ચિત્તમાં આપ બિરાજો છો,
તે જ આપને પૂજે છે. આપની મહાનતાને જે ન ઓળખી શકે તે આપને
ક્્યાંથી પૂજી શકે! પ્રભો! અમે તો આપને ઓળખ્યા છે, ને અમે આપના
પૂજારી છીએ.