શરૂ કરીને તે આખું વર્ષ વીરનાથના મોક્ષગમનની પાવન સ્મૃતિરૂપે સમસ્ત ભારતના
જૈનો એકમેકના સહકારપૂર્વક આનંદથી ઊજવીશું– તે યોગ્ય જ છે. વીરનાથના શાસનમાં
આપણે આવ્યા, ને વીરપ્રભુની અઢી હજારમી મોક્ષજયંતિ આપણા જ જીવનકાળમાં
ઊજવવાનું સૌભાગ્ય મળ્યું, તો આવા સુયોગ વખતે સમસ્ત જૈનસમાજ જાગૃત બને ને
વીરપ્રભુના વીતરાગમાર્ગને ઓળખીને તેનો પ્રચાર કરે તે પ્રશંસનીય છે. જયપુરમાં,
ફતેપુરમાં તેમ જ સોનગઢમાં પણ આ સંબંધી આશીર્વાદ રૂપે પૂ. ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ કહ્યું હતું કે–
સૌએ સાથ આપવો જોઈએ. જૈનના બધા સંપ્રદાયોએ મળીને ભગવાન મહાવીરના
માર્ગની પ્રસિદ્ધિ થાય તે કરવા જેવું છે; તેમાં કોઈએ વિરોધ કરવો ન જોઈએ. અરસ–
પરસ કોઈ જાતના કલેશ વગર સૌ સાથે મળીને મહાવીર ભગવાનનો ઉત્સવ થાય તે
સારી વાત છે. મહાવીર ભગવાનના વીતરાગમાર્ગમાં પરસ્પર કલેશ થાય–એવું
કોઈએ કરવું જોઈએ નહીં. જૈનોની સંખ્યા બીજા કરતાં ભલે થોડી હોય પણ
જૈનસમાજની શોભા વધે, દુનિયામાં તેનો મહિમા પ્રસિદ્ધ થાય ને ભગવાનના
ઉપદેશની પ્રભાવના વધે–તેમ કરવું જોઈએ.”
તેટલો સહકાર આપીને વીરનાથના મોક્ષમહોત્સવને સૌ સાથે મળીને શોભાવીએ.. ને
વીરપ્રભુએ દેખાડેલા મુક્તિમાર્ગને સાધીને આત્મહિત કરીએ, તે પ્રશંસનીય છે. આપણા
મહાવીર પ્રભુના મોક્ષનો મહાન ઉત્સવ આપણે સૌ જૈનો જરૂર ઉજવીએ. આપણા પ્રભુનો
મહોત્સવ આપણે નહિ ઉજવીએ તો કોણ ઉજવશે?