Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૩ :
જેમને જૈનતત્ત્વનું જ્ઞાન નથી કે વીરનાથની ઓળખાણ નથી–એવા જૈનેતરો દ્વારા આ
ઉત્સવનું નેતૃત્વ થાય તે ભલે આપણને ન ગમે, પરદેશમાં પ્રચારની મોટી મોટી વાતોમાં
પણ આપણને રસ ન હોય, –એ પણ ઠીક છે. પરદેશમાં પ્રચારની કે જૈનેતરોમાં
ધર્મપ્રચારની મોટી યોજનાઓ કરવા કરતાં, આપણા ભારતમાં, ગામેગામમાં આપણા
જૈનસમાજના ઘરઘરમાં, વૃદ્ધ–યુવાન કે બાળક સૌને ધર્મના ઉત્તમ સંસ્કારો મળી રહે,
આખા ભારતના જૈનસમાજમાં પરસ્પર પ્રેમ–વાત્સલ્યનું વાતાવરણ ફેલાય, અત્યાર
સુધીમાં અણઉકેલ્યા રહેલા તીર્થ વગેરે સંબંધી મતભેદો પરસ્પર અત્યંત ડહાપણ પૂર્વક
કાયમ માટે ઉકેલી નાંખીએ, ને વીરપ્રભુની છાયામાં શાંતિ અને તત્ત્વજ્ઞાનસહિત સૌ
વીરનાથના મંગલ મુક્તિમાર્ગે આગેકૂચ કરીએ, –એ જરૂર કરવા જેવું છે, ને તેમાં સમસ્ત
જૈન–સમાજ નિઃશંકપણે એકમત છે.
આપણા સમાજનું કોઈપણ બાળક તત્ત્વજ્ઞાન વગરનું ન હોય, જૈન દેવ–ગુરુ–ધર્મ
સિવાય બીજા તરફ તેનું આકર્ષણ ન થાય, –ને તેનું આચરણ પણ જૈનને શોભે તેવું ઉત્તમ
હોય, – એવા ઉત્તમ સંસ્કારની રેલમછેલ દ્વારા વીરપ્રભુના નિર્વાણ મહોત્સવને જરૂર
ઊજવીએ. સમસ્ત જૈનપત્રકારો દ્રઢ નિશ્ચય કરીએ કે સમાજમાં ક્યાંય વેર વિરોધ ફેલાય,
કે કોઈની વ્યકિતગત લાગણી દુભાય–એવા કોઈ લખાણો પ્રસિદ્ધ નહિ કરીએ. સંપ–સહકાર
વધારીને સૌ આનંદથી એકબીજાની નજીક આવીએ અને ભારતભરમાં વીરશાસનના
જયકાર ગજાવીએ.
जैनं जयतु शासनम्। जय महावीर।
–બ્ર. હરિલાલ જૈન.
ચાર વાર્તા
અરે જીવ! પરમાત્મા તારી પાસે છે,... પછી તું દુઃખી કેમ થાય
છે? પરમાત્માની હાજરીમાં દુઃખ હોય નહીં.
અંતરમાં દેખ... તારા પરમાત્મા જરાય દૂર નથી, એ પરમાત્મા
તને પરમસુખ આપી રહ્યા છે.
જેમ પારસમણિના સ્પર્શે લોઢું સોનું બની જાય છે, તેમ ચૈતન્ય
પરમાત્માના સ્પર્શે પામરતામાંથી પ્રભુતા થઈ જાય છે.
તારે સાચી શાંતિ વેદવી હોય તો રાગ અને વીતરાગતાને જુદા
રાખજે. શુભરાગને પણ વીતરાગતામાં ભેળવીશ મા. શાંતિ
વીતરાગતામાંથી આવશે... રાગમાંથી નહિ આવે.