Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
[તથા વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા]
સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં ભાદરવા
વદ ત્રીજથી નિયમસારને બદલે અષ્ટપ્રાભૃત શરૂ થયું છે. બપોરે સમયસારમાં
સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકાર વંચાય છે.
રાજકોટ: દિગંબર જૈનસંઘે ઉત્સાહપૂર્વક પર્યુષણપર્વ ઉજવ્યા હતા. અહીં
પાઠશાળા બહુ સુંદર ઉત્સાહથી ચાલે છે, સવાસો જેટલા બાળકો ઉત્સાહથી
ધર્મઅભ્યાસ કરે છે. પર્યુષણમાં ધાર્મિક–નાટિકાઓ વગેરે દ્વારા બાળકોએ પણ
પોતાનો ધાર્મિક–ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, ને બાળકોમાં આવા સુંદર સંસ્કાર
દેખીને સૌ પ્રભાવિત થયા હતા તથા બાળકોને ઉત્તેજન આપ્યું હતું. પર્યુષણ બાદ
સંઘના ચારસો જેટલા ભાઈ–બહેનો સોનગઢ ગુરુદેવના દર્શને આવ્યા હતા, ને
રાજકોટ પધારવા વિનતિ કરી હતી. સોનગઢમાં વર્દ્ધમાન–કુંદકુંદ–પરમાગમ–
મંદિરના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું મૂરત આવ્યા પછી વિહારસંબંધી
કાર્યક્રમ નક્કી થઈ શકે. પ્રતિષ્ઠાનું મૂરત ફાગણ માસમાં આવે તે રીતે જોવડાવેલ
છે. વૈશાખ સુદ બીજ મુંબઈમાં કરવા માટે મુંબઈથી પણ વિનતિ આવેલ છે.
દિલ્હીનું મુમુક્ષુમંડળ પણ સોનગઢ આવેલ ને વૈશાખ સુદ બીજ માટે દિલ્હી
પધારવા ગુરુદેવને વિનતિ કરી હતી. પરંતુ આવતી વૈશાખ સુદ બીજ મુંબઈમાં
થવાની ધારણા છે.
ફત્તેપુર, ચોરીવાડ તથા તલોદ (ગુજરાત) માં પર્યુષણપર્વ ઉત્સાહથી ઉજવાયા
હતા. નાનકડા ગામમાં પણ જિનમંદિર ભવ્ય છે. પાઠશાળા પણ બહુ સારી ચાલે
છે. બાળકો ઉત્સાહથી ધર્મસંસ્કાર લ્યે છે. પર્યુષણ દરમિયાન બાળકોએ
આત્મિકભાવનાવાળી સુંદર નાટિકાઓ રજુ કરી હતી. ભક્તિ–પૂજનના કાર્યક્રમો
પણ સુંદર હતા. ફત્તેપુરમાં વહેલી સવારથી આખો દિવસ દેવ–ગુરુની આરાધના
તથા શાસ્ત્રસ્વાધ્યાયના ભરચક કાર્યક્રમો રહેતા હતા. સામાયિક–ઉપવાસાદિ પણ