Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૭ :
ને પાછળથી અંકો મેળવવાનું મુશ્કેલ પડે છે. કાગળ વગેરેની પણ હાલમાં
મુશ્કેલી છે. તો લવાજમ વેલારસ ભરી સહકાર આપશો. હજારો ગ્રાહકોએ
પોતાનું લવાજમ ભરી દીધું છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે. આવતું વર્ષ
ભગવાન મહાવીરના નિર્વાણગમનનું અઢી હજારમું (રપ૦૦મું) મંગલવર્ષ છે.
સોનગઢમાં પરમાગમનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવાનો છે. લવાજમ
મોકલવાનું સરનામું–આત્મધર્મ કાર્યાલય, સોનગઢ સૌરાષ્ટ્ર (
364250)
ગુરુદેવ અવારનવાર પ્રવચનમાં કહે છે કે મુમુક્ષુનું જીવન નીતિમય હોય;
રાત્રિભોજન તો જૈન નામ ધરાવનારને પણ હોવું ન જોઈએ.
રાત્રિભોજનમાં ત્રસહિંસાનું વિશેષ પાપ છે, તેથી તે છોડી દેવું જોઈએ.
આજના સીનેમામાં પણ એકલા પાપસંસ્કારનું પોષણ છે, મુમુક્ષુને તે
શોભે નહિ. તેમજ જિનમંદિરમાં રાતના ભાગમાં પૂજન–સામગ્રી
અભિષેકની ક્રિયા કરવી જોઈએ નહિ. –દરેક મુમુક્ષુએ આ વાત બરાબર
લક્ષમાં લઈને તેનો પ્રચાર કરવા જેવું છે. અરે, આવી મુમુક્ષુતા પામીને
આત્માને સાધવાનો યોગ, તેમાં તીવ્ર પાપની ને તીવ્ર આરંભની પ્રવૃત્તિ
મુમુક્ષુને કેમ શોભે? પ્રભુનું અઢી હજારમું નિર્વાણવર્ષ આવી રહ્યું છે...
મુમુક્ષુજૈનો જાગો... ને ઉત્તમ આચરણ વડે વીરમાર્ગને શોભાવો.
બાળકો, બહેનો, વડીલો, આવતા વર્ષ (અઢી હજારમી વીર નિર્વાણસંવત) માં
નીચેની પાંચ વાતો જરૂર કરો–
(૧) દરરોજ ભગવાનના દર્શન કરો.
(ર) દરરોજ કાંઈક ધાર્મિક પુસ્તક વાંચો.
(૩) સીનેમા જોવાનું સદંતર બંધ કરો.
(તેની બચત થાય તે ધાર્મિક કાર્યમાં વાપરો.)
(૪) રાત્રિભોજનનો ત્યાગ કરો. (ભલે મુંબઈમાં રહેતા હો.)
(પ) સાધર્મી ભાઈ–બહેનોને વાત્સલ્યથી અરસપરસ કંઈને કંઈ મદદ કરો.
આમાંથી તમે કેટલું કરશો તે અમને જણાવો.