Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
લંકામાં જૈનધર્મ:– લગભગ બે હજાર વર્ષ પહેલાંં રાજા અશોકના સમય પહેલાંં
પણ લંકામાં જૈનધર્મ ફેલાયેલો હતો. તે સંબંધી ઉલ્લેખ બૌદ્ધસાહિત્યમાં પણ છે.
આ બાબત
‘चोराहा’ નામના હિંદી સાપ્તાહિકપત્રમાં લખે છે કે– “यर्हां
બૌદ્ધસાહિત્યકે ગૌરવકો બઢાનેવાલી એક બાત કો ભી બતાના અનુચિત ન
હોગા, જિસને જૈનધર્મકે એક ઐસે ગૌરવમય સાક્ષ્યકી ઔર સંકેત કિયા હૈ
જિસકા પત્તા સ્વયં જૈનસમાજકો ભી નહીં હૈ; અશોક કે પુત્ર ઔર પુત્રી, મહેન્દ્ર
ઔર સંઘમિત્ર જબ લંકામેં ધર્મપ્રચારાર્થ ગયે તો વહાં ઉન્હોંને અપનેસે પૂર્વ
સ્થાપિત નિર્ગ્રંથ (જૈન) સંઘકો દેખા.” (દિલ્હીથી પ્રાપ્ત)
આફ્રિકાના સમાચાર: નાઈરોબીથી મુમુક્ષુ ભાઈ ઓ લખે છે કે ગુરુદેવના
પ્રતાપે અહીં નાઈરોબી મુમુક્ષુમંડળના ભાઈ–બહેનો ભાવપૂર્વક દશલક્ષણપર્વ
આનંદથી ઉજવી રહ્યા છીએ. દરરોજ ત્રણસો–ચારસો જેટલા રુચિવાન જીવો
હોંશથી લાભ લ્યે છે. ઘણા જીવો ધર્મના સ્વરૂપનો વિચાર કરતા થયા છે. સાત
હજારની અહીંની નાતમાં ઘણાં વિચારક જીવો છે. ધર્મનું સાચું સ્વરૂપ શું છે તેનો
દરેક જીવે સ્વતંત્રપણે વિચાર કરવો જોઈએ. જન્મ–મરણથી રહિત થવું છે તો
નિર્ગ્રંથ પુરુષોના વીતરાગમાર્ગે જવું પડશે, બીજી રીતે મોક્ષમાર્ગ નહીં આવે. ત્યાં
(સોનગઢમાં) તો ધર્મકાળ વર્તે છે; ગુરુદેવના પ્રતાપે આફ્રિકા ઇંગ્લાડ ને
અમેરિકા જેવા દેશોમાં પણ આ વાતને સાંભળનારા જિજ્ઞાસુઓ છે, કેમકે દરેક
જીવને સુખ જોઈએ છે ને સુખનો ઉપાય શોધે છે. પર્યુષણમાં ખૂબ જ ઉત્સાહ
હતો; કુટુંબ પરિવાર સહિત સૌ પહોંચી જતા હતા, નાના બાળકોમાં પણ સારો
ઉત્સાહ જાગ્યો છે. સવારમાં જિનદેવની સમૂહપૂજા, પછી વાંચન, બપોરે વાંચન,
તથા સાંજે પ્રતિક્રમણ–આરતિ–વાંચન–ભક્તિ થતાં હતા. –આમ આખો દિવસ
હોંશપૂર્વક કાર્યક્રમમાં સૌ ભાગ લેતા હતા. –ખરેખર જીવનમાં આ જ કરવા જેવું
છે; આ સિવાય બધુંય આ જીવ માટે નકામું છે. ભવભ્રમણનો અંત અને
મોક્ષસુખની પ્રાપ્તિ માટે આ જ કાયે છૂટકો છે, અને તેમાં જ આનંદ છે.
નાઈરોબીની જેમ મોમ્બાસામાં પણ પર્યુષણપર્વ આનંદથી ઉજવાયા હતા.
[આફ્રિકામાં વસતા આપણા સાધર્મીઓનો ધાર્મિકઉત્સાહ દેખીને આનંદ
થાય છે. દરવર્ષે હજારો પુસ્તકો ત્યાં જાય છે. ત્યાં વસતા
બીજા જૈનભાઈઓ પણ ઉત્સાહથી જ્ઞાનનો લાભ લ્યે એવી ભાવના સાથે
ધન્યવાદ! –સં.
]