Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૯ :
પર્યુષણ બાદ ક્ષમાપના નિમિત્તે અનેક જિજ્ઞાસુઓના તથા બાલ સભ્યોના
લાગણી ભીના પત્રો આવ્યા છે; આત્મધર્મ પ્રત્યેની ઉચ્ચ લાગણીઓ માટે તેમનો
સૌનો આભાર માનીએ છીએ.
એક જિજ્ઞાસુ (સભ્ય નં. ર૦ર૪) ના પ્રશ્નોના ઉત્તરમાં જણાવવાનું કે–
‘સિદ્ધક્ષેત્ર’ એટલે જ્યાંથી કોઈ જીવો સિદ્ધપદ પામ્યા હોય–મોક્ષ પામ્યા હોય તે
સ્થાન; જેમકે સોનગઢ પાસે શત્રુંજયપર્વત છે ત્યાંથી પાંડવો મોક્ષ પામ્યા છે;
ગીરનાર પરથી નેમપ્રભુ મોક્ષ પામ્યા છે, તેથી તે સિદ્ધક્ષેત્ર છે. ભારતનું સૌથી
મોટું સિદ્ધક્ષેત્ર બિહારમાં સમ્મેદશિખર છે, ત્યાંથી આ ચોવીસીના ર૦ તીર્થંકરો
મોક્ષ પામ્યા છે. સામાન્યપણે મધ્યલોકના અઢી દ્વીપ (તથા બે સમુદ્ર) જેની
લંબાઈ (વ્યાસ) ૪પ લાખ યોજન થાય છે, તે સિદ્ધપદ પામવાનું ક્ષેત્ર છે,
ત્યાંથી બહારના ભાગમાં સિદ્ધપદ પમાતું નથી; ઉપર ૪પ લાખ જોજનની
સિદ્ધશિલા છે, તેનાથી થોડેક ઊંચે અનંત સિદ્ધભગવંતો બિરાજે છે; એ
સિદ્ધભગવંતોની મુક્તિનગરીનો ઘેરાવો ૪પ લાખ યોજના વ્યાસવાળો છે.
ભગવાન રામચંદ્રજી મોક્ષ પામ્યા છે તે સત્ય છે; અત્યારે તેઓ સિદ્ધપદે બિરાજે
છે. સિદ્ધપદ થયા પછી કોઈને અવતાર હોય નહિ. આ બાબતમાં બીજા લોકો શું
કહે છે તેના ખંડનની પંચાતમાં આ કાળે પડવા જેવું નથી. પોતે સિદ્ધાંત સમજી
લેવો. બીજાની સાથે વાદવિવાદમાં ઊતરવાની જરૂર નથી.
રામ–કૃષ્ણ–મહાવીર વગેરે અવતારો એક જ જીવના નથી પણ જુદાજુદા જીવોના
તે અવતાર છે, ને તે સત્ છે. શ્રીકૃષ્ણ અત્યારે જ્યાં છે ત્યાં પોતાના આત્માના
આનંદમાં બિરાજે છે. જગતના બાહ્યદ્રષ્ટિવાળા સાધારણ જીવો એ મહાન
અંતરાત્મા–શ્રીકૃષ્ણને ઓળખી શકે તેમ નથી. ધાર્મિક બાબતમાં બીજા સાથે
વાદવિવાદમાં બને ત્યાંસુધી ન ઊતરવું. પોતે પોતાનું કરી લેવાનો ગંભીરમાર્ગ છે.
અહા, વીતરાગમાર્ગ તો વીતરાગ જ છે. આત્માનો જે આનંદ છે તે જૈન
વીતરાગમાર્ગમાં જ છે. જય હો વીતરાગમાર્ગનો... જય હો જૈનધર્મનો. વીતરાગ
જૈનમાર્ગના ઉપાસકોને ધન્ય છે.
જ્યારે કોઈ પણ વખતે મન સંસારના બીજા વિચારમાં કે મુંઝવણમાં ચડી જાય
ત્યારે, મુમુક્ષુએ તરત જ વીતરાગી પંચપરમેષ્ઠીને યાદ કરીને શાંતિચિત્તે જીવને