Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
એમ ઠપકો આપવો કે અરે જીવ! શું હજી પણ તને આ સંસારના પાપથી ને
દુઃખથી થાક નથી લાગ્યો? –ફરી ફરીને તારું ચિત્ત એમાં કેમ જાય છે?
વૈરાગ્યભાવનામાં ઊતરીને તારા જીવનની એકેક પળને આત્મશોધનમાં ગાળ
સંસારથી અલિપ્ત જેવો થઈને રહે ને આત્મચિંતનમાં ઊંડો ઊતર. તું સંસારથી અલિપ્ત
રહીશ તો કોઈ તને પરાણે નહિ વળગે.
સંસારના પ્રસંગોમાં કષાયવશ ન થઈ જા; પ્રતિકૂળતામાં મુંઝવણથી ગભરાઈ ન
જા. જાગૃત રહીને શાંતિ અને હિંમતપૂર્વક તારા જીવનધ્યેયને વળગી રહે... નિરંતર તેની
સાધના માટે ઉદ્યમી રહે.
અંદર આત્મામાં કોઈ એવી અદ્ભુતતા ભરી છે કે જેનો વિચાર કરતાં પણ
જગતનાં દુઃખો દૂર ભાગી જાય છે. તો એવા નિજસ્વરૂપનો આનન્દકારી વિચાર મુકીને
દુનિયાની ચિન્તાના પાપમાં કોણ પણે?
મુમુક્ષુએ તો ન જ પડવું... કેમકે મુમુક્ષુનું જીવનધ્યેય આત્મપ્રાપ્તિ કરવી તે છે.
સમિતિની બાજુમાં, શ્રાવિકાશાળાના ચોકમાં
હિંદીધર્મશાળાની પાસે માલિકીધોરણે દશરૂમની યોજના
સોનગઢ આવીને લાભ લેનારા મુમુક્ષુઓની સુવિધા માટે નીચે મુજબ યોજના
માનનીય પ્રમુખશ્રીની મંજુરીથી નક્કી કરવામાં આવી છે, અને તેનો અમલ તરતમાં જ
કરવા વિચાર છે. યોજનાની વિગત નીચે મુજબ છે–
હિંદી–ધર્મશાળાની બાજુમાં ૧૬’×૧૦’ ના રૂમ–જેમાં રસોડાનો સમાવેશ થઈ
જાય છે તેવા (અગાઉ કરેલી યોજના–અનુસાર) દશ રૂમ થશે. તથા ચાર ફૂટનો વરંડો
રહેશે. દરેક રૂમદીઠ ખર્ચ રૂા. ૪પ૦૦ (સાડા ચાર હજાર) લેવામાં આવશે, અને રૂમ
લેનાર પોતે તથા તેના કુટુંબીજનો તેમાં કાયમ રહી શકશે. દશ રૂમ કરતાં વધુ માગણી
આવશે તો ઉપરના ભાગમાં પણ વધુ દશ રૂમ ઉતારવાની યોજના છે. બાંધકામ જલદી
તૈયાર કરાવવા વિચાર છે–જેથી ફાગણમાસમાં પરમાગમના મહોત્સવ વખતે ઉપયોગમાં
આવી શકે. તો જેમણે તે રૂમ લેવાની ઈચ્છા હોય તેમણે દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ સૌરાષ્ટ્ર–એ નામનો બેંક ઓફ ઈંડિયાનો ડ્રાફટ રૂા. બે હજારનો ડીપોઝીટ તરીકે
મોકલી દેવો.
–શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ, સૌરાષ્ટ્ર (364250)
[નોંધ: આ અંકમાં પાંચમા પાને સોસાયટી બાબત જે સૂચના છે, તેમાં ડીપોઝીટ
તરીકે રૂા. પાંચ હજાર મોલકવા લખેલ છે તેને બદલે પ૩પ૧, (પાંચ હજાર ત્રણસો એકાવન)
મોકલવા સૂચના છે.
]