ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
શાંતિ અને ક્રોધ; અહિંસા અને હિંસા; મોટું કોણ?
અહિંસાનું આયુષ્ય મોટું છે, હિંસાનું આયુષ્ય ઓછું છે.
ક્ષમાનું જીવન શાશ્વત છે, ક્રોધનું જીવન ક્ષણિક છે.
અહિંસા અને ક્ષમાની તાકાત અપાર છે; ક્રોધ – હિંસાદિની તાકાત
નજીવી છે.
અહિંસાદિ વીતરાગ ભાવો તો આત્માના સ્વાભાવિક ભાવો છે
એટલે આત્મા સદાકાળ માટે તેની અનુભૂતિ કરી શકે છે, તેમાં
થાક લાગતો નથી.
હિંસા – ક્રોધાદિ ભાવો તો વિકૃત – વિષમભાવો છે, તેથી તે
ક્રોધાદિને કોઈ સદાકાળ ચાલુ રાખી શકે નહિ, તેમાં તો થાક
લાગે છે.
જ્ઞાન – ક્ષમા કે શાંતિ કરી – કરીને જીવ થાકી ગયો – એમ બનતું નથી.
ક્રોધ કરી – કરીને અલ્પકાળમાં જ જીવ થાકી જાય છે.
આ રીતે જ્ઞાનાદિ શાંત ભાવો અને ક્રોધાદિ અશાંત ભાવોનું
સ્વરૂપ વિચારીને ભેદજ્ઞાન કરવું જોઈએ.
વીતરાગી ક્ષમાવંત મુનિવરો પાસે ચૈતન્યની જે મહાન દોલત છે,
તે કુબેર પાસે પણ નથી.
પર્યુષણ પર્વ નિર્વિકારતાનું પવિત્ર પર્વ છે, આત્મિકસૌન્દર્યનું તે
પર્વ છે.
ચૈતન્યરસવાળા ધર્માત્મા જીવ શાંતિના વેદનવડે સદા એવા
પર્યુષણથી શોભે છે.
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૩પ૦.