Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
મહાવીર ભગવાને પ્રસિદ્ધ કરેલો
માર્ગ તે માર્ગમાં મોક્ષના સાધક જીવોનું સુંદર વર્ણન
મહાવીરભગવાનના નિર્વાણનું અઢીહજારમું વર્ષ દોડતું
નજીક આવી રહ્યું છે ત્યારે મહાવીરભગવાને પ્રસિદ્ધ કરેલ
મુક્તિનોમાર્ગ બતાવતું આ પ્રવચન સૌને ગમશે. ભગવાન
મહાવીરે કહેલા આત્માના સત્ય સ્વરૂપને જાણીને
નિર્વાણમાર્ગની સાધના કરવી તે જ ભગવાનના મોક્ષનો સાચો
મહોત્સવ છે. ભગવાને કહેલા માર્ગને જાણ્યા વગર મોક્ષનો
સાચો ઉત્સવ થઈ શકે નહિ. ભગવાન કહે છે: હે ભવ્ય!
પરભાવોથી ભિન્ન આનંદસ્વરૂપ આત્મા જગતમાં પ્રસિદ્ધ છે..
આવા જગપ્રસિદ્ધ સત્યને તું જાણ.. તને પ્રસન્નતા થશે..
આનંદ થશે.
[નિયમસાર ગાથા ૪પ–૪૬]

મુમુક્ષુજીવે નક્કી કર્યું છે કે હું જ્ઞાનતત્ત્વ છું. મારું જ્ઞાન આકુળતા વગરનું, સ્વયં
આનંદરસમાં લીન છે. અહા, આવા જ્ઞાનતત્ત્વની અનુભૂતિ થઈ ત્યાં જગતમાં કોઈ પણ
પદાર્થ તેને અનુકૂળ કે પ્રતિકૂળ છે જ ક્્યાં? આવો અનુકૂળ સંયોગ હોય તો જ્ઞાનમાં હર્ષ
થાય, ને પ્રતિકૂળ સંયોગ હોય તો જ્ઞાનમાં ખેદ થાય–એવું જ્ઞાનમાં નથી. સંયોગથી પાર,
અને હરખ–શોકથી પણ પાર એવું જ્ઞાનસ્વરૂપ પ્રાપ્ત કરીને સહજ જ્ઞાનચેતનાપણે વર્તતા
ધર્માત્મા મુક્ત જ છે. –મોક્ષના સાધક જીવો આવા હોય છે.
બહારના પદાર્થને જાણતાં, જ્ઞાનના મહિમાને ભૂલીને તે બહારના પદાર્થપ્રત્યે
અજ્ઞાનીને ઉલ્લાસ આવી જાય છે, તથા તેના રાગમાં તેને ‘મજા’ લાગે છે– પણ એમાં
તો દુઃખ જ છે. જ્ઞાનને ભૂલીને આવા દુઃખવેદનમાં જીવે અનંતકાળ ગાળ્‌યો; પણ