Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩ :
ભેદજ્ઞાનવડે જ્યાં પોતાના જ્ઞાનતત્ત્વનો નિર્ણય કરીને તેનો અનુભવ કર્યો ત્યાં અપૂર્વ
મોક્ષસુખનો સ્વાદ આવ્યો; તેને પ્રગટેલો ચૈતન્યભાવ રાગ વગરનો મુક્ત જ છે. ચોથા
ગુણસ્થાનના સમ્યગ્દ્રષ્ટિને રાગ વગરનો જે ચૈતન્યભાવ (સમ્યગ્દર્શનાદિ) છે તે પણ
નિર્ગ્રંથ જ છે, નીરાગ જ છે, આનંદમય જ છે અને મુક્ત જ છે.
અહો, આવો ભાવ પર્યાયમાં પ્રગટ્યો ત્યારે સહજ–પરમાત્મતત્ત્વ પ્રાપ્ત કર્યું
કહેવાય; એને હવે ભવદુઃખનો અંત આવ્યો, ને આનંદમય આત્મતત્ત્વના અનુભવ પૂર્વક
મોક્ષસુખનો સ્વાદ લેતો–લેતો અલ્પકાળમાં તે સિદ્ધપદને સાધે છે. સમ્યગ્દર્શન થયું
ત્યારથી આવી અદ્ભુત દશા શરૂ થઈ ગઈ છે. અરે, ધર્મીના આવા ભાવને જે સમજે
તેની પણ બલિહારી છે, તેને પરપરિણતિનો મહિમા છૂટી જશે ને ચૈતન્યમાત્ર આત્માના
સહજ મહિમામાં તે લીન થશે.
અંતરમાં સહજ મહિમાવંત ચૈતન્યવસ્તુના અનુભવમાં જ્યાં પર્યાય મગ્ન થઈ ત્યાં
કર્તા–કર્મના ભેદની વાસના છૂટી ગઈ, ને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ. આ દ્રવ્ય કર્તા ને
પર્યાય કાર્ય–એવા કર્તા–કર્મના ભેદની ભ્રાંતિ રહે ત્યાં સુધી શુદ્ધાત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી.
તેથી દ્રવ્ય–પર્યાયના ભેદની ભ્રાંતિને પણ દૂર કરીને આખરે અભેદ–અનુભૂતિમાં જેણે
ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરી લીધું છે તે જીવ અતીન્દ્રિય આનંદને અનુભવતો થકો મોક્ષરૂપ
મહા લક્ષ્મીને પ્રાપ્ત કરીને સદાય મુક્ત જ રહેશે. –અહા, એના અતૂલ મહિમાની શી
વાત? આવા તત્ત્વનો સ્વાદ આવ્યો ત્યાં હવે જન્મ–મરણ કેવા? એ તો ભવદુઃખથી
છૂટીને ચૈતન્યસુખમાં લીન થયો. જગતના કોઈ પદાર્થવડે એની તૂલના થઈ શકે નહિ.
એનો મહિમા અપાર છે.
આત્મા જ્ઞાનચેતનાસ્વરૂપ છે. જ્ઞાનચેતનાસ્વરૂપ મારા તત્ત્વમાં કર્મનો સંબંધ
નથી, કર્મના સંબંધવાળા કોઈ અશુદ્ધભાવો મારામાં નથી; મારું તત્ત્વ કર્મોથી અત્યંત જુદું
છે. કર્મો, અશુદ્ધભાવો અને શુદ્ધચેતના–એ બધું જુદું જુદું શોભી રહ્યું છે; તેમાંથી
શુદ્ધચેતનાવડે અલંકૃત એવો આત્મા હું છું, અશુદ્ધભાવો કે કર્મો તો મારાથી તદ્ન જુદા
છે. –આવું મારું મંતવ્ય છે, એટલે કે મારા આત્માને હું આવો અનુભવું છું.
અહો, આવો જુદો આત્મા પોતે વિદ્યમાન છે, તેમાં ઊંડા ઊતર્યા વગર કોઈ રીતે
જીવને શાંતિ કે સુખનું વેદન થાય નહિ. અરે, શાંતિના વેદન વગરનું જીવન એને તો
આત્માનું જીવન કેમ કહેવાય? રાગ અને દુઃખના અલંકારથી તે કાંઈ આત્માની