Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
શોભા છે? આત્મા તો પોતાની આનંદમય શુદ્ધચેતનાથી અલંકૃત છે, તેમાં જ આત્માની
શોભા છે.
ચેતનાથી જેમ જડ શરીર જુદું છે ને કર્મ જુદું છે તેમ રાગ પણ ચેતનાથી જુદો જ
છે. રાગની ઉપાધિ ચેતના ઉપર નથી, ચેતના તો રાગથી જુદેજુદી પોતાના સહજ
નિજગુણોથી શોભે છે. –અહો, આવા નિજગુણ–પર્યાયોથી અલંકૃત જગપ્રસિદ્ધ સત્ય
આત્માને હે ભવ્ય જીવો! તમે જાણો. કર્મથી તેમજ વિકારી ભાવોથી ભિન્ન એવી
ચેતનાવડે શોભિત ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં એવી કોતરો કે જ્ઞાન પોતે વીતરાગ–આનંદથી
શોભી ઊઠે; અશુદ્ધતાનો કોઈ અંશ તેમાં ન રહે. આવી ચેતનાથી જેણે પોતાના આત્માને
અલંકૃત કર્યો તેણે સમસ્ત જિનાગમનો સાર પોતાના જ્ઞાનમાં કોતરી લીધો... તેનો
આત્મા પોતેપરમાગમનું મંદિર થયો.
ભાઈ, શાંતિસ્વરૂપ તારો આત્મા પોતે છે. પરભાવોથી ને જડથી જુદેજુદો તારો
ચૈતન્યભાગલો પરમ શાંતિથી ભરેલો અખંડ વિદ્યમાન છે, તારા તે ભાગલાને લઈને તું
આનંદિત થા. તારો ભાગલો ઘણો સુંદર છે, મોટો છે, વિકારની ભેળસેળ તેમાં નથી.
અરે, તારી જુદી વસ્તુને એકવાર તું જો તો ખરો! એને દેખતાં તને કોઈ અપૂર્વ તૃપ્તિ ને
આનંદ થશે.
વાહ! સંતોની વાણી શાંતિની દેનારી છે.
વીતરાગનાં વચનો સમજતાં આત્મામાંથી આનંદ ઝરે છે.
અહો, જિનેન્દ્રભગવાને ઉપયોગસ્વરૂપ આત્મા સદાય કર્મોથી ને રાગથી જુદો જ
કહ્યો છે. કર્મથી જુદો ઉપયોગસ્વરૂપ આત્મા જગતમાં પ્રસિદ્ધ છે. આવા જગપ્રસિદ્ધ સત્ય
આત્માને હે ભવ્ય! તું જાણ, તેને તું અનુભવમાં લે. અહા, જૈનશાસનમાં કેવળજ્ઞાની
પરમાત્માએ દિવ્યધ્વનિવડે કર્મથી અત્યંત ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્મા દેખાડ્યો છે, તેને
જે જાણે છે તેણે જ ખરેખર ભગવાનના શુદ્ધ વચનને જાણ્યા છે. શુદ્ધ વચનના વાચ્યરૂપ
શુદ્ધઆત્મા જેણે જાણ્યો તેણે જ ખરેખર ભગવાનના શુદ્ધ વચનને જાણ્યા છે. કર્મથી ને
રાગથી જુદો શુદ્ધ આત્મા દેખાડે તેને જ ‘શુદ્ધવચન’ કહેવાય છે, જે વચન રાગ–દ્વેષ–
મોહની પુષ્ટિ કરે તે વચન શુદ્ધ નથી. જે વચન આત્માના વીતરાગ ભાવને પુષ્ટ કરે તે
જ શુદ્ધવચન છે. આવા શુદ્ધવચનરૂપ જિનોપદેશને પામીને હે ભવ્ય!