Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પરમાગમની મધુરી પ્રસાદી
શુદ્ધચૈતન્યની પ્રકાશક જિનવાણી પરમાગમમાં ગુંથાયેલી
છે; અત્યંત બહુમાનપૂર્વક તે જિનવાણી (સમયસાર વગેરે)
સોનગઢના ભવ્ય પરમાગમમંદિરમાં કોતરાયેલી છે. તેનું કામ
ઝડપથી પૂર્ણતા તરફ પ્રગતિ કરી રહ્યું છે ને મંગલઉત્સવના
ભણકારા વાગવા માંડયા છે. બસ, હવે તો જોશીજી કયું શુભ
મૂરત કાઢી આપે છે તેની રાહ જોવાય છે. માત્ર પરમાગમ નહીં,
પરમાગમની સાથેસાથે તેના પ્રણેતા શ્રી મહાવીર ભગવાન પણ
પધારશે ને પંચકલ્યાણકમહોત્સવપૂર્વક પરમાગમમાં બિરાજશે..
તે પ્રભુ ના કહેલા પરમાગમોમાં જે મધુરી ચૈતન્યપ્રસાદી ભરી છે
ને જેનો અપૂર્વ સ્વાદ ગુરુદેવે આપણને ચખાડ્યો છે, તેનો થોડો
થોડો નમૂનો આત્મધર્મમાં અપાય છે. અગાઉ પણ પરમાગમની
મધુરી પ્રસાદી આપી ગયા છીએ ને અહીં સમયસાર તથા
અષ્ટપ્રાભૃતના પ્રવચનમાંથી પ્રસાદી આપવામાં આવે છે.
આવતા આખા વર્ષ દરમિયાન ‘પરમાગમની મધુરી પ્રસાદી’
નો આ વિભાગ ચાલુ રહેશે. સૌ જિજ્ઞાસુઓ આનંદથી
પરમાગમનો લાભ લેજો. (સં.)
સમ્યગ્દ્રષ્ટિને પોતાના સમ્યક્ત્વનો નિર્ણય તો સ્વસંવેદન–પ્રત્યક્ષદ્વારા થઈ
જાય છે; –આ નિર્ણય તો બધા સમ્યગ્દ્રષ્ટિને જરૂર હોય છે; અને પરના
સમ્યક્ત્વનો નિર્ણય પણ અનુમાનાદિ દ્વારા થઈ શકે છે.
સમ્યક્ત્વ સાથેની, બીજા ગુણની નિર્મળપર્યાય દ્વારા (શાંતિનું વેદન વગેરે
દ્વારા) સમ્યક્ત્વને ઓળખવું તે વ્યવહાર છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલી નિર્ગ્રંન્થમૂર્તિ તે જૈનદર્શનનો માર્ગ છે.
આવો વીતરાગમાર્ગ સાંભળીને તેની પ્રતીત કરવી, અને તેનાથી વિરુદ્ધ માર્ગને