થયા. અનંતસુખની પ્રાપ્તિરૂપ સિદ્ધિ, અને દુઃખથી–સંસારથી સર્વથા
છૂટકારારૂપ મુક્તિ, આવી દશા પ્રભુ આ દિવસે પામ્યા; તેનું સ્મરણ કરવાનો
આ દિવસ છે. ગૌતમ સ્વામી આ દિવસે જ કેવળજ્ઞાન પામીને અરિહંત થયા;
અને સુધર્મસ્વામી આ દિવસે જ શ્રુતકેવળી થયા. દેહાતીત થઈને
સિદ્ધભગવાન એમ પ્રસિદ્ધ કરી રહ્યા છે કે અહો જીવો! સંયોગ અને શરીર
વગર જ દેહાતીત ચૈતન્યભાવથી આત્મા પોતે જ સ્વયં સુખી છે...અતીન્દ્રિય
આનંદરૂપ આત્મા પોતે છે.–આવા અતીન્દ્રિય જ્ઞાન–આનંદ સ્વરૂપ આત્માને
ઓળખતાં, પોતે અતીન્દ્રિય જ્ઞાનરૂપ થઈને આનંદનો સ્વાદ આવે છે; –આ
વીરનાથનો માર્ગ છે. આવો માર્ગ જયવંત છે.
મોક્ષગમનનું ૨૫૦૦ મું વર્ષ બેઠું. અત્યારે આવો ચોકખો વીરમાર્ગ પામીને,
સમ્યગ્દર્શન વડે (૨+૫) (સાત) પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ કરી દીધો તે
મંગળ છે. સાત પ્રકૃતિ (૨+૫) તેના શૂન્ય (૦૦) નો પ્રારંભ કરવો, એટલે
કે સમ્યક્ત્વની એવી અપ્રતિહત આરાધના કરવી–કે જેમાં વચ્ચે ભંગ પડ્યા
વગર ક્ષાયિકસમ્યક્ત્વ થશે,–તે ભગવાનના મોક્ષકલ્યાણકની સાચી ઉજવણી
છે; તે અપૂર્વ આનંદમય મંગળ છે. સાધકજીવ સમ્યક્ત્વના અખંડ દીવડા
પ્રગટાવીને દીવાળીનો મહોત્સવ કરે છે. આવી આરાધના શરૂ થઈ તેના
ફળમાં મોક્ષ થશે.