Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 53

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
પરમાગમની મધુરી પ્રસાદી
[લેખ: ૮]
આત્મધર્મ અંક ૩૫૨, ૩૫૩, ૩૫૪, ૩૫૫, ૩૫૬, ૩૫૮
અને ૩૬૦ માં આ લેખમાળાના સાત લેખો અગાઉ છપાઈ ગયા
છે. આ આઠમો લેખ છે. વીતરાગમાર્ગના પરમાગમની પ્રસાદી
કેટલી સુંદર–મધુર–આનંદદાયી છે! તેનો સ્વાદ તો જે ચાખે તેને જ
ખબર પડે તેવું છે. પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે–બાપુ! જૈનધર્મમાં
તો વીતરાગી દેવ–ગુરુનું સેવન છે; તેમને ઓળખતાં, પરમાર્થ
આત્માની ઓળખાણ થાય ને અંદર પોતાને ચૈતન્યરસના
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે,–એવો આ જૈનમાર્ગ છે. અરે,
આવો ઉત્તમ માર્ગ પામીને કુમાર્ગને કોણ સેવે? બાપુ! આવો
જૈનમાર્ગ અનંતકાળે કોઈ મહાભાગ્યથી મળ્‌યો છે. તારી દર્શનશુદ્ધિ
માટે, તારા કલ્યાણને માટે તું પરમ સત્ય વીતરાગમાર્ગના દેવ–
ગુરુ–શાસ્ત્રને બરાબર ઓળખીને, તેમના માર્ગનું ઉત્સાહથી સેવન કરજે.
વીતરાગની વાણી મોહને કાપી નાંખવા માટે તલવારની
તીખી ધાર જેવી છે.–એક ઘાએ બે કટકા! એકકોર અતીન્દ્રિય
ચૈતન્યસુખમય આત્મા, ને બીજીકોર સમસ્ત રાગ અને વિષયો–
એમ બંનેનું સર્વથા ભેદજ્ઞાન કરાવીને જિનવચન વિષયોનું
વિરેચન કરાવે છે ને ચૈતન્યસુખનો ઉત્સાહ જગાડે છે.–અહો,
ચૈતન્યનું સુખ આપનારાં આવાં જિનવચનો મહાન ઉપકારી છે.
• સત્ની પૂર્ણતા •
વસ્તુની સત્તા (સત્ત્વ, સત્પણું) દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપીને સમાપ્ત થાય
છે. પરંતુ એકલા દ્રવ્યમાં કે ગુણમાં જ સત્તા વ્યાપે છે ને પર્યાયમાં સત્તા નથી વ્યાપતી–
એમ નથી. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે થઈને સત્ વસ્તુની પૂર્ણતા છે.