Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : આત્મધર્મ : માગશર : રપ૦૦
આવી જાય છે. ક્રમે પ્રવર્તતા તેમજ અક્રમે પ્રવર્તતા એવા અનંત ગુણ–પર્યાયો, તે બધાય
‘જ્ઞાનમાત્ર’ ભાવમાં સમાઈ જાય છે, પણ તે જ્ઞાનમાત્ર ભાવમાં રાગાદિ ભાવો સમાતા
નથી;–આ રીતે જ્ઞાનમાત્ર આત્માને શુદ્ધપણું છે. તે રાગાદિભાવો જ્ઞાનના જ્ઞેયપણે છે,
પણ જ્ઞાનમાં તન્મયપણે નથી, જુદાપણે છે. આવા ભિન્ન જ્ઞાનનો અનુભવ તે ધર્માત્માની
અપૂર્વ લક્ષ્મી છે, ને તે લક્ષ્મી જગતમાં સર્વોત્કૃષ્ટ એવી કેવળજ્ઞાનલક્ષ્મીને (અનંત
ગુણના વૈભવસહિત) દેનારી છે.–આવા જ્ઞાનસ્વભાવ સાથે એકતાનો સંબંધ જેણે
જોડ્યો તેણે રાગ સાથે કે નિમિત્ત સાથે એકતાનો સંબંધ તોડ્યો. એટલે સ્વાશ્રયે
અનંતગુણોની શુદ્ધતારૂપ પરિણમન થવા માંડ્યું,–એ જ મોક્ષમાર્ગ છે, એ જ ભગવાન
અર્હંતદેવનું શાસન છે. ભગવાન કહે છે કે આવા અનેકાંતવડે સ્વ–પરને ભિન્ન જાણીને,
અને જ્ઞાનલક્ષણથી આત્માને લક્ષિત કરીને અંતરમાં જા...તો તને જરૂર કેવળજ્ઞાનાદિ
અનંતગુણના વૈભવરૂપ સ્વરૂપ–લક્ષ્મી પ્રાપ્ત થશે...થશે ને થશે!–એ અનેકાન્તમાર્ગનો
કોલકરાર છે.
* જ્ઞાનમાં છ કારકની તાકાત *
અહો, એક જ્ઞાનના અનુભવમાં તો અનંત ગુણની ગંભીરતા છે; પોતાના કર્તા–
કર્મ–સાધન–આધાર વગેરે છએ કારકો પણ તેમાં એકસાથે આવી જાય છે,–એવી
જ્ઞાનની શક્તિ છે. એટલે આવી જ્ઞાનશક્તિવાળા આત્માને જે અનુભવે, તે બહારના
કોઈ કારણને શોધે નહીં. સ્વાશ્રયે જ છ કારકરૂપ થઈને આત્મા સ્વયમેવ
કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે છે.
અહો, ભગવાન! આપનું અનેકાન્તશાસન અલૌકિક ફળ દેનાર છે.
જય અનેકાન્ત જય મહાવીર
* * * * *
ચૈતન્યના સાધક જીવોએ વીતરાગી
દેવ–ગુરુ–શાસ્ત્રની મંગલ છાયામાં એક માત્ર
આત્મહિતના ઉપાયમાં પરમ જ્ઞાન–
વૈરાગ્યપૂર્વક સતત પ્રવર્તવું યોગ્ય છે; અને
તેના ફળમાં જે અદ્ભુત પરમ શાંતિ વેદાય છે
તે પરમ તૃપ્તિકર છે.