Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
* જીવ અને અજીવ બંનેની ક્રિયાનું અત્યંત જુદાપણું *
નવતત્ત્વને જાણીને સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લ્યે છે;
તેને મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિનો અભાવ થઈ ગયો, તે અજીવની ક્રિયા અજીવમાં છે, તે
ક્રિયા–પરિણતિ કાંઈ જીવની નથી, જીવે તેને કરી નથી, જીવથી તે જુદી છે. અને
સમ્યગ્દર્શનાદિ ક્રિયા–પરિણતિ થઈ તે જીવની ક્રિયા જીવમાં છે, જીવ તેનો કર્તા છે,
જીવથી તે જુદી નથી. તે કાંઈ કર્મપ્રકૃતિએ કરી નથી. આ જીવ અને અજીવ બંનેનું
પરિણમન જુદું સ્વતંત્ર પોતપોતામાં છે. જીવના ઉત્પાદ–વ્યય–ધ્રુવ જીવમાં છે, અજીવના
ઉત્પાદ–વ્યય–ધ્રુવ અજીવમાં છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! સત્ વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. તેના ઉત્પાદ–વ્યય–
ધ્રુવ પોતાથી જ છે ને પરથી નથી. આવું સત્ વસ્તુનું જ્ઞાન થતાં ભેદજ્ઞાન થાય છે એટલે
પરમાં કર્તૃત્વબુદ્ધિ ઊડી જાય છે, ને સ્વસન્મુખ પરિણમન થાય છે. આ રીતે
વસ્તુસ્વરૂપનું ભેદજ્ઞાન તે વીતરાગતાનું કારણ છે. વસ્તુસ્વરૂપના જ્ઞાન વગર રાગ–દ્વેષ
કદી છૂટે નહિ.
અહો, આવી વાત સર્વજ્ઞદેવના જૈનમાર્ગ સિવાય બીજે ક્્યાં છે? જૈનમાર્ગને
અને અન્ય માર્ગને કાંઈ મેળ નથી, જૈનમાર્ગને અને અન્ય માર્ગને જેઓ સરખાં ગણે છે
તેઓને તો અજ્ઞાનની તીવ્રતા છે. બાપુ! જૈનમાર્ગને જાણ્યા વગર તને જૈનપણું કે
શ્રાવકપણું કેવું? જૈનમાર્ગમાં જેવી સ્વતંત્રતા ને પૂર્ણતા બતાવી છે તેવી બીજે ક્યાંય
નથી બતાવી. તત્ત્વના આવા વીતરાગીસ્વરૂપને જાણીને શ્રદ્ધા કરતાં જીવને અપૂર્વ
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે, ચૈતન્યના અપૂર્વ સુખનું તેને વેદન થાય છે, ને તે
જીવ સંસાર–દુઃખથી વિમુખ થઈ જાય છે. આ રીતે આનંદની ઉત્પત્તિ ને દુઃખનો નાશ
સમ્યગ્દર્શન વડે થાય છે. સમ્યગ્દર્શન થતાં સાચું જૈનપણું–ધર્મીપણું–મોક્ષમાર્ગીપણું શરૂ
થાય છે.
* સમ્યગ્દર્શન અને અવ્રતપણું–બંને સાથે હોઈ શકે છે *
આત્માના આનંદસ્વભાવનું ભાન થતાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને અવ્રતીપણું
છે, છતાં ત્યાં શુદ્ધ આત્માની અનુભૂતિ અને આનંદનો સ્વાદ છે. આ રીતે તે
સમ્યગ્દ્રષ્ટિને અવ્રતરૂપ ઔદયિકભાવ, અને સમ્યક્ત્વરૂપ ઔપશમિકાદિ ભાવ–એક સાથે
હોય છે, પણ બંનેનું કાર્ય જુદું છે. અવ્રત તો બંધના કારણ તરીકે કામ કરે છે, ને