ભિન્નતા જાણવી. તેણે શુદ્ધ આત્માને જાણ્યો હોવા છતાં હજી પાંચ ઈંદ્રિયના વિષયોના
ભોગવટાનો અશુભભાવ પણ હોય છે, ત્યાં વ્રત નથી છતાં રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વનું ભાન એક ક્ષણ પણ ભૂલાતું નથી. વિષયોનો અનુરાગ હોવા છતાં
તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદ્રષ્ટિ ધર્મીને નિરંતર વર્તે છે. ચૈતન્યસુખ વિષયાતીત છે તે
ચાખ્યું હોવાથી તેને વિષયોમાં સુખબુદ્ધિ તો થતી જ નથી, એટલે અનંતાનુબંધી
રાગાદિ તો થતા જ નથી. માટે તેના રાગને અલ્પ જ કહ્યો છે.
મોક્ષમાર્ગનો કે મોક્ષમાર્ગના ઉપદેશનો જ અભાવ થઈ જાય; એટલે તીર્થની પ્રવૃત્તિ જ
ન રહે. સમ્યગ્દર્શન પછી પણ જીવ અમુક કાળ સંસારમાં રહે છે ને મોક્ષમાર્ગને સાધે
છે તથા તેનો ઉપદેશ આપે છે.–એ રીતે મોક્ષમાર્ગરૂપ તીર્થની પ્રવૃત્તિ છે. જોકે
સમ્યગ્દર્શન થતાંવેંત શ્રદ્ધામાંથી તો બધો રાગ નીકળી ગયો ને શુદ્ધઆત્મા
અનુભૂતિમાં આવ્યો, પણ હજી ચારિત્રની પર્યાયમાં અવ્રતાદિ સંબંધી રાગ છે તે
ટાળવાનો બાકી છે, તેનું ધર્મીને જ્ઞાન છે; ને શ્રાવકધર્મ તથા મુનિધર્મની ઉપાસના
વડે તે રાગ ટાળીને વીતરાગ થઈને કેવળજ્ઞાન પ્રગટ કરશે, ત્યારપછી મુક્તિ થશે.
આ રીતે સમ્યગ્દર્શનનું અને મોક્ષમાર્ગનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. એકલા
સમ્યગ્દર્શનમાં મોક્ષમાર્ગ પૂરો થઈ જતો નથી; સમ્યગ્દર્શન થતાં મોક્ષમાર્ગની શરૂઆત
થાય છે, પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે પૂરા થાય ત્યારે મોક્ષમાર્ગ પૂરો થાય છે.
અહો, જૈનધર્મ અલૌકિક! ને તેમાં કહેલો મોક્ષમાર્ગ પણ અલૌકિક છે. ચોકખો માર્ગ,
તેમાં રાગનો કોઈ કણ સમાય નહિ.
શુદ્ધ કહેવાય છે ને ત્રણે સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. અવ્રતીને હજી
રાગ હોવા છતાં વીતરાગસ્વભાવનો પ્રેમ તેને વર્તે છે, તેની ભાવના વર્તે છે; તેની
દ્રષ્ટિ રાગથી ને વિષયોથી પરાંગ્મુખ છે, ને ચૈતન્યના સુખની સન્મુખ છે. તે