Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૫ :
જીવ અલ્પકાળમાં સંસારનો છેદ કરીને મોક્ષસુખને સાધે છે. અવ્રતી સમ્યગ્દ્રષ્ટિનેય
આત્મસ્વરૂપમાં શંકાદિ કોઈ દોષ રહેતા નથી.
કોઈ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા તીર્થંકરપણે અવતરે, ત્રણ જ્ઞાન સહિત હોય ને ચક્રવર્તી
પણ થાય, તેને હજારો રાણી વગેરે પુણ્યવૈભવ બહારમાં હોય, પણ અંદર જ્ઞાનચેતનામાં
તેને જરાય અડવા દેતા નથી. ધર્મી શ્રાવકની દશા કોઈ અલૌકિક હોય છે, મુનિદશાની
તો વાત શી કરવી? અરે, મિથ્યાદ્રષ્ટિ જીવો પંચમહાવ્રત પામીને નવમી ગ્રૈવેયક સુધી
ગયા, પણ રાગવગરના આત્માના સ્વાદ વગર તે જીવોને ખરેખર જૈનપણું ન થયું,
કેમકે તેઓએ મિથ્યાત્વમોહને જીત્યો નહિ. સમ્યગ્દર્શન થયું ત્યારે અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ
પણ સાચો જૈન થયો, તેણે મિથ્યાત્વમોહને જીતી લીધો; મોહનો નાશ કરીને સમ્યગ્દર્શન
વડે તે જૈન થયો (એ લક્ષમાં રાખવું કે નવ ગ્રૈવેયકોમાં મોટા ભાગના જીવો તો
સમ્યગ્દ્રષ્ટિ જ છે, મિથ્યાદ્રષ્ટિ જીવો તો થોડા છે, અને નવ ગ્રૈવેયેક પછી ઉપરના
દેવલોકમાં તો બધા જીવો સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે.)
જ્યાં અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના વેદનપૂર્વક સમ્યગ્દર્શન થયું ત્યાં તે જીવ
જીતેન્દ્રિય થયો; અવ્રતી હોવા છતાં તેને જીતેન્દ્રિય કહ્યો છે.–
જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેહને.
(સમયસાર ગાથા ૩૧)
તે અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીતેન્દ્રિય જીવ સંસારદુઃખથી વિમુખ છે. હજી અવ્રતના
રાગ–દ્વેષસંબંધી દુઃખનું વેદન તો છે, પણ તેની સાથે રાગથી પાર ચૈતન્યના
અતીન્દ્રિયસુખનો અનુભવ પણ વર્તે છે; તે ચૈતન્યસુખના પ્રેમ પાસે સંસારદુઃખથી તે
પરાંગ્મુખ છે. તેની રુચિનું જોર પલટીને, વિષયદુઃખોથી છૂટીને આત્માના અતીન્દ્રિય
આનંદની સન્મુખ થયું છે. બહારમાં વિષયોની રાગપ્રવૃત્તિ દેખાય પણ અંતરની ચેતના
તેનાથી અળગી છે.–
સમ્યગ્દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ,
(પણ) અંતરથી ન્યારો રહે, જયમ ધાવ ખેલાવે બાળ.
જેમ ધાવમાતા બાળકને પ્રેમથી નવડાવે–ધવરાવે–બેટા કહીને બોલાવે, પણ