Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 45

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર : રપ૦૦
અંતરના અભિપ્રાયમાં તો દરેક પ્રસંગે તેને ખબર છે કે આ પુત્ર ખરેખર મારો
નથી, એને જન્મ દેનારી માતા હું નથી; તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્ત્રી–પુત્રાદિ કુટુંબ
પરિવાર વચ્ચે હોય, અવ્રતના રાગાદિમાં ને અશુભવિષયોમાં વર્તતા હોય, પણ
અંતરમાં ચૈતન્યતત્ત્વનેસ્વતત્ત્વ જાણીને તેમાં જ તન્મયતા વર્તે છે, તેમાંથી એક
ક્ષણ પણ છૂટતા નથી. અંતરના અભિપ્રાયમાં તે નિરંતર જાણે છે કે હું તો
ચેતનસ્વભાવી છું, આ રાગાદિ ભાવો તે કાંઈ મારા ચેતનસ્વભાવમાંથી ઉત્પન્ન
થયેલા નથી, મારો ચેતનભાવ કાંઈ રાગનો જનક નથી. ને ચેતનભાવને બાહ્ય
વિષયો સાથે કાંઈ લાગતું–વળગતું નથી. અહો, આવી અપૂર્વ ચૈતન્યપરિણતિની
ધારા ધર્મીને નિરંતર વર્તે છે. તેને રાગમાં કે વિષયોમાં એકત્વભાવ ક્યારેય થતો
નથી, તે નિરંતર જુદો ને જુદો રહે છે. વાહ રે વાહ! ધર્મીની દશા તો જુઓ!
* સમ્યગ્દ્રષ્ટિની બે ધારા: એક ઉપાદેય, બીજી હેય *
પ્રશ્ન:– જો સમ્યગ્દ્રષ્ટિને અવ્રતમાં દુઃખ લાગે છે તો તેને છોડી કેમ નથી
દેતા?
ઉત્તર:– ભાઈ, એણે પોતાની ચેતનામાંથી તો તે છોડી જ દીધું છે. ધર્મી
અવ્રતને દુઃખ જાણે છે ને તેની ચેતના રાગથી જુદી જ વર્તે છે; તે જ્ઞાનચેતના તો
છૂટી જ છે, મુક્ત જ છે. પણ હજી ચૈતન્યમાં સ્થિરતાના વીતરાગી પરિણામ નથી
એટલી અસ્થિરતા છે, ને એટલું દુઃખ પણ છે. ધર્મીને ચૈતન્યનું વીતરાગીસુખ પણ
વર્તે છે, ને અવ્રતાદિનું દુઃખ પણ વર્તે છે,–આમ બંને ધારા ધર્મીને વર્તે છે; એને
અજ્ઞાની ઓળખી શકતો નથી, એટલે તેને તો જ્ઞાની એકલો રાગ કરતા જ દેખાય
છે, પણ જ્ઞાનીની રાગવગરની આનંદમય જ્ઞાનચેતના તેને દેખાતી નથી. જ્ઞાનીને
બંને ધારા એકસાથે હોવા છતાં તેમાં ચૈતન્યસુખ ઉપાદેયપણે છે ને અવ્રતાદિનું
દુઃખ હેયપણે છે. ચેતનામાં આવો વિવેક ધર્મીને નિરંતર વર્તે છે. તેની ચેતના
સુખના વેદનમાં તન્મય વર્તે છે, ને દુઃખથી ભિન્ન પરાંગ્મુખ વર્તે છે. આ રીતે
આનંદનો જ ભોગવટો તેની દ્રષ્ટિમાં છે.–આવા સમ્યગ્દ્રષ્ટિ–જૈન છે તે મોક્ષના
સાધક છે.
“जय महावीर