: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧ :
* મહાવીરપ્રભુના મોક્ષગમનનું અઢી હજારમું વર્ષ *
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ માગશર
ચાર રૂપિયા Dece. 1973
* વર્ષ ૩૧ : અંક ૨ *
મહાવીર પ્રભુના માર્ગની પ્રભાવના કેમ થાય?
अહિંસા...अનેકાન્ત...अપરિગ્રહ
પ્રશ્ન:– હાલમાં મહાવીરપ્રભુના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ ચાલી
રહ્યું છે, તો મહાવીરપ્રભુના માર્ગની પ્રભાવના કેમ થાય?
ઉત્તર:– અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહભાવ વડે મહાવીરપ્રભુના
માર્ગની પ્રભાવના થાય છે.
પ્રશ્ન:– મહાવીરપ્રભુના માર્ગની અહિંસા કેવી છે?
ઉત્તર:– પ્રભુએ કહેલું જીવ–અજીવનું સ્વતંત્ર ભિન્ન સ્વરૂપ જાણીને
ભેદજ્ઞાન અને વીતરાગતા પ્રગટ કરવી તે પ્રભુના માર્ગની
સાચી અહિંસા છે; જેણે આવી અહિંસા કરી–તેણે મિથ્યાત્વ કે
રાગાદિ વડે આત્માના ચૈતન્યભાવને ન હણ્યો, તે જ સાચી
અહિંસા છે. જ્યાં આવી વીતરાગી અહિંસાનો ભાવ હોય ત્યાં
પરજીવને હણવાની હિંસાવૃત્તિ હોય જ નહિ. આવા અહિંસા
ધર્મની ઓળખાણ અને પ્રચારવડે પ્રભુના મોક્ષનું અઢી હજારમું
વર્ષ ઉજવવા યોગ્ય છે. અહો, વીરનાથે કહેલી સૂક્ષ્મ અહિંસા
કેવી અજબ–અલૌકિક છે તેની જગતને ખબર નથી. આવા
લોકોત્તર અહિંસાધર્મનો પ્રચાર કરવા જેવું છે, તેમાં કોઈ પણ
જૈનને વિરોધ હોય નહીં.