: ર : આત્મધર્મ : માગશર : રપ૦૦
પ્રશ્ન:– મહાવીર ભગવાને કહેલા અનેકાન્તધર્મનું સ્વરૂપ શું છે?
ઉત્તર:– એક જ વસ્તુમાં પોતાના અનંતધર્મોનું હોવાપણું, ને પરરૂપે
તેનું અસત્પણું;–આવા અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ છે, એટલે પ્રત્યેક વસ્તુને
પોતાના સ્વરૂપથી પૂર્ણપણું છે, તેમાં બીજા કોઈની અપેક્ષા નથી. સ્વત: વસ્તુ
પોતે જ પોતાના સ્વભાવધર્મથી દ્રવ્ય–પર્યાયરૂપ છે, નિત્ય–અનિત્યરૂપ છે,
સત્–અસત્રૂપ છે. અનેકાન્ત સ્વભાવવાળી આવી વસ્તુમાં બીજો કોઈ કાંઈ
પણ કરે–એ વાત મહાવીરપ્રભુના અનેકાન્તમાર્ગમાં રહેતી નથી.
મહાવીરપ્રભુએ તો અનેકાન્તવડે પ્રત્યેક જીવ–અજીવ વસ્તુની અન્ય સમસ્ત
વસ્તુઓથી ભિન્નતા અને પોતાના સ્વરૂપથી પરિપૂર્ણતા બતાવી છે. આવા
વસ્તુસ્વરૂપને ઓળખવું તે અનેકાન્તનો પ્રચાર છે. આવું અનેકાન્તસ્વરૂપ
ઓળખતાં પરથી ભિન્નતા જાણીને જીવ પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે,
–તે અનેકાન્તનું ફળ છે, તે મહાવીરપ્રભુનો માર્ગ છે. પ્રભુના નિર્વાણના આ
અઢીહજારમા વર્ષમાં આવા અનેકાન્તરૂપ જૈનમાર્ગની પ્રભાવના કરવા જેવી
છે; તેમાં કોઈપણ જૈનને વાંધો હોય નહીં.
તથા સમ્યગ્દર્શનાદિનું સાચું જ્ઞાન થાય છે ને તેમના સંબંધમાં વિપરીત
માન્યતાઓ ટળી જાય છે. આવું સમ્યક્ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે જૈનધર્મનું મૂળ
છે, અને તે જ મહાવીર પ્રભુના માર્ગની સાચી ઓળખાણ છે, તેના વડે જ
પ્રચાર કરવા જેવો છે.
પ્રશ્ન:– મહાવીરપ્રભુના માર્ગમાં અપરિગ્રહવાદ કેવો છે?
ઉત્તર:– જીવ કે અજીવ, સ્વ કે પર, પ્રત્યેક વસ્તુ પોતાના અનંત
ગુણસ્વરૂપથી પરિપૂર્ણ છે, ને બીજા બધાથી સર્વથા જુદી છે. આ રીતે
જ્ઞાન–આનંદમય પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જાણવું, અને તેમાં પરના કે
રાગના કોઈ પણ અંશનું ગ્રહણ ન કરવું એટલે પરદ્રવ્યની કે પરભાવની
પક્કડ ન કરવી,–તેમાં આત્મબુદ્ધિ ન કરવી, તે જ મહાવીરપ્રભુના માર્ગમાં
સાચું અપરિગ્રહપણું છે. પરના કે રાગના કોઈપણ અંશથી પોતાને ધર્મનો
લાભ થવાનું જે માને તેના ભાવમાં પરની પક્કડરૂપ પરિગ્રહ છે, પ્રભુના
માર્ગના અપરિગ્રહવાદની તેને ખબર નથી. જેનાથી પોતાને