Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 41

background image
: ૮ : આત્મધર્મ : પોષ : રપ૦૦
અનુભવમાં સમસ્ત જિનશાસન સમાઈ જાય છે; જિન ભગવાનના બધા ઉપદેશનો સાર
આવો આત્મઅનુભવ કરવો તે જ છે. તે અનુભવમાં જ્ઞાનપર્યાય શુદ્ધ આત્મા સાથે
અભેદ થઈ, તે ઉદયભાવોથી જુદી પડી ગઈ. તે અનુભવમાં જ્ઞાન સાથે અનંતધર્મ સહિત
આત્મા પરિણમી રહ્યો છે. આત્માનો કોઈ ધર્મ જ્ઞાનપરિણમનથી જુદો રહી શકતો નથી,
અનંતધર્મો એક સાથે તેમાં આવી જાય છે, તેથી તે જ્ઞાન પોતે સ્વયમેવ અનેકાંતસ્વરૂપે
પ્રકાશે છે; તેમાં મહાવીરનું કહેલું આખું જૈનશાસન આવી જાય છે. આવું જૈનશાસન
સમજીને મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ ઉજવવા જેવો છે.
जय महावीर
* * * * *
હીરલે મઢવા જેવી સોનેરી શક્તિઓ
હવે આપ વાંચશો–વીરતીર્થંકરે બતાવેલી
આત્મશક્તિઓ. આત્મશક્તિના વર્ણનમાં એવા ગંભીર ભાવો
ભર્યા છે કે જેમ જેમ ઊંડા ઊતરીને તેને ખોલીએ છીએ
તેમતેમ તેમાં વધુને વધુ ગંભીરતા દેખાતી જાય છે. એટલે,
એ શક્તિના ભાવોને ખોલતાં, પ્રવચનમાં વારંવાર અતિ
મહિમા પૂર્વક ગુરુદેવ કહે છે કે અહો! આ શક્તિમાં તો ઘણાં
રહસ્યો ભર્યા છે. આ શક્તિઓ તો હીરલે કોતરવા જેવી છે.
પરમાગમ–મંદિરમાં પણ આ શક્તિના વર્ણનનો ભાગ
‘સોનેરી’ કરવાની ભાવના ગુરુદેવે વ્યક્ત કરી છે. અરે,
સોનાથી ને હીરલાથી પણ જેના મહિમાનું માપ ન થાય એવો
અગાધ મહિમા આત્માની એકેક શક્તિમાં ભર્યો છે, તેનું માપ
તો અનુભવ દ્વારા જ થઈ શકે. ગુરુદેવ રોજ પરોઢીયે
ઊઠતાંવેંત આ ચૈતન્યશક્તિઓનો જાપ જપે છે–તેનાં ભાવોનું
ઊંડું મનન કરે છે, ને કોઈ કોઈ વાર ઉલ્લસતા અપૂર્વ ભાવો
પ્રવચનમાં પ્રગટ કરે છે. એવી શક્તિનાં પ્રવચનની પ્રસાદી
આપ હવે વાંચશો.