Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આવું ચૈતન્યજીવન મહાવીર ભગવાને બતાવ્યું છે. ભગવાન પોતે આવું જીવન
જીવે છે, ને બીજાને તેવા જીવનનો ઉપદેશ દીધો છે. આવું જીવન જીવવું તે જ મહાવીર
પ્રભુના મોક્ષની સાચી ઉજવણી છે. મહાવીર પ્રભુને અને તેમના ઉપદેશને ઓળખ્યા
વગર એકલી બહારની ધામધૂમથી મહાવીર પ્રભુનો સાચો ઉત્સવ ઉજવી શકાતો નથી.
દેહથી ભિન્ન–રાગથી ભિન્ન ચૈતન્યપ્રાણરૂપ જીવન જીવો, અને બીજાને એવું જીવન
જીવવાનું સમજાવો,–એ મહાવીરનો સંદેશ છે; પણ પરજીવને આત્મા જીવાડી શકે–એમ
કાંઈ મહાવીરનો ઉપદેશ નથી.
ચૈતન્યશક્તિની સાધના તે મહાવીર પ્રભુનો માર્ગ. તે માર્ગમાં એટલે કે
ચૈતન્યશક્તિની સાધનામાં વચ્ચે રાગ નથી. ચૈતન્યશક્તિના શુદ્ધ પરિણમનમાં રાગ
સમાય નહીં. આત્મા જ તેને કહ્યો કે જે પોતાની અનંતશક્તિ સહિત જ્ઞાનમાત્ર ભાવપણે
પરિણમી રહ્યો છે, તે પરિણમનની અસ્તિમાં રાગાદિ પરભાવોની નાસ્તિ છે.
જ્ઞાનમાત્ર ભાવમાં પરિણમતી અનંત શક્તિઓ તે બધી શુદ્ધ છે, તેમાં રાગાદિ
અશુદ્ધતા સમાતી નથી; રાગાદિભાવો જ્ઞાનમાત્ર ભાવથી બહાર છે. અહો, આવા
અનેકાન્તનું સ્વરૂપ સમજવું તે તો કોઈ અપૂર્વ વાત છે, ને તે જ મહાવીરનાથનો માર્ગ
છે.
* સાચું આત્મજીવન *
પરથી જીવે એવો પરાધીન આત્મા નથી;
આત્મા તો સ્વાધીન ચૈતન્યપ્રાણવડે જીવનારો છે.
જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવનું પરિણમન થતાં આત્માનું જીવન
ચૈતન્યભાવરૂપ પ્રાણવાળું થયું, ચૈતન્યભાવે આત્મા જીવંત થયો, અનંતગુણનું સાચું
જીવન પર્યાયમાં પ્રગટ્યું. આવું ચૈતન્યજીવન તે ધર્મીનું આત્મજીવન છે. શરીરમાં કે
રાગમાં આત્માનું જીવન નથી; ચૈતન્યભાવમાં જ આત્માનું જીવન છે.
આવા ચૈતન્યજીવનના કારણ–કાર્ય આત્મામાં જ છે, તેને બહારનાં કારણ–કાર્ય
સાથે કાંઈ સંબંધ નથી. આત્મા એવો તુચ્છ નથી કે તેને જીવવા માટે જડશરીરની–
પૈસાની–આયુકર્મની કે રાગની જરૂર પડે; તે બધાય વગર એકલો પોતાના
ચૈતન્યભાવથી જીવે એવી આત્માની જીવન–તાકાત છે. આવા આત્માને જ્ઞાનમાં લેતાં
પર્યાય પણ એવું આનંદમય–અતીન્દ્રિય જીવન જીવનારી થઈ ગઈ; તેમાં ક્યાંય શરીર
સાથે ધન સાથે રાગ સાથે કર્મ