Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 41

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
આત્માની અનંતશક્તિ છે, તે એકેક જુદી નથી વર્તતી, પણ એકેક શક્તિ
બીજી અનંત શક્તિસહિત વર્તે છે; ક્ષણિકપણું ને નિત્યપણું બંને તેમાં એકસાથે વર્તે
છે; છએ કારક એકસાથે વર્તી રહ્યા છે.
આચાર્યદેવે ચખાડયો છે–ચૈતન્યસુખનો અપૂર્વ સ્વાદ
જ્ઞાનસ્વરૂપે પરિણમતો આત્મા સુખસ્વરૂપ પોતે જ છે; સુખ જ્ઞાનથી જુદું
રહેતું નથી. સુખ સર્વગુણોમાં વ્યાપક છે. ધર્મીને આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં
સુખની વ્યાપ્તિ છે. આત્માના અનંતગુણનો આનંદ સુખશક્તિમાં ભર્યો છે. જ્યારે
જ્ઞાનઉપયોગ તેમાં એકાકાર થાય ત્યારે જેનું વર્ણન વચનથી ન થઈ શકે એવો
અતીન્દ્રિય નિર્વિકલ્પ આનંદ થાય છે. આવા આનંદસહિતનું જીવન તે જ આત્માનું
સાચું જીવન છે; તે સુખજીવનમાં બીજા કોઈની અપેક્ષા નથી.
સુખનો પર્વત આત્મા, તેમાંથી આનંદનું મધુરું ઝરણું ઝરે છે. જ્ઞાનપરિણમન
સાથે સુખ છે, જ્ઞાન સાથે દુઃખ તન્મયપણે નથી. સુખ ને દુઃખ બંનેનું વેદન એક જ
પર્યાયમાં હોવા છતાં, તેમાંથી સુખનું વેદન તો જ્ઞાનધારા સાથે તન્મય છે, ને દુઃખનું
વેદન જ્ઞાનધારાથી અતન્મય છે.–અહો, આવું સૂક્ષ્મભાવોનું ભેદજ્ઞાન, તે જૈનમાર્ગની
અલૌકિક ચીજ છે. એક સમયમાં સુખ ને દુઃખ, બંનેના છ–છ કારકો પોતપોતામાં
જુદેજુદા વર્તે છે. દુઃખના કારકો સુખમાં નથી, સુખનાં કારકો દુઃખમાં નથી. જ્ઞાનના
કારકો રાગમાં નથી, રાગના કારકો જ્ઞાનમાં નથી.–આવું સૂક્ષ્મ ભેદજ્ઞાન
અનેકાન્તમાર્ગ સિવાય બીજે ક્્યાંય નથી. આવો અનેકાન્તમાર્ગ તે ભગવાન
મહાવીરનો માર્ગ છે.
અહો, જ્ઞાનસ્વરૂપ આત્માને વેદનમાં લેતાં આત્માના સુખનું જે વેદન થયું તે
સુખના એક અંશ પાસે પણ આખા જગતની બાહ્યવિભૂતિની કાંઈ જ ગણતરી
નથી. અહો, આ તો સર્વજ્ઞનો માર્ગ! તેમાં કહેલું આત્માનું સ્વરૂપ જેણે શ્રદ્ધા–
જ્ઞાનમાં પચાવ્યું તે જીવ ન્યાલ થઈ ગયો, તેના જન્મ–મરણનો અંત આવી ગયો ને
મોક્ષસુખનો નમૂનો તેણે ચાખી લીધો.
જ્ઞાન–સુખ–પ્રભુતા વગેરે અનંતભાવોથી ભરેલા નિજસ્વરૂપની રચના કરે
એવા સામર્થ્યવાળું આત્મવીર્ય છે. જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમ્યો ત્યારે તેમાં