Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 41

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૩ :
* જંબુસ્વામી...વૈરાગ્ય *
અંતિમ કેવળી શ્રી જંબુસ્વામીની વાત છે. એ ધીર–વીર દ્રઢબ્રહ્મચારી શ્રી
જંબુકુમાર જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા છે ત્યારે પોતાની શોકમગ્ન માતાને સંબોધન
કરતાં વૈરાગ્યથી કહે છે કે હે માતા! તું શોકને જલ્દી છોડ. આ સંસારમાં ભમતાં કેટલીયે
વાર હું મોટી વિભૂતિવાળો રાજા થયો ને કેટલીયે વાર નાનકડો કીડો થયો. તરંગ જેવા
અસ્થિર આ સંસારમાં કોઈ જીવને ઈંદ્રિયસુખ કે દુઃખ કાયમ એકસરખા રહેતાં નથી.
માટે દુઃખમાં શોક શો? ને સુખમાં હર્ષ શો? હે માતા! આવા સંસારથી હવે બસ થાઓ!
તું પણ કાયરતા છોડીને મને રજા આપ...હવે હું મારા અવિનાશી ચૈતન્યપદને સાધીશ.–
कति न कति न वारान् भूपतिभूरिभूतिः
कति न कति न वारान् अत्र जातोस्मि कीटः।।
नियतमिति न कस्याप्यस्ति सौख्यं न दुःखं
जगति तरलरूपे किं मुदा किं शुचा वा।।
એ પ્રમાણે વૈરાગ્યમય અમૃતવચનો વડે માતાને સંબોધીને જંબુકુમાર વન તરફ
ચાલ્યા ને સુધર્મસ્વામી પાસે દીક્ષા લઈને થોડા જ વખતમાં કેવળજ્ઞાનને સાધ્યું. ધન્ય
એમનો વૈરાગ્ય! ધન્ય એમનું જીવન!
આપના ઘરમાં નિધાન
આપના ઘરમાં ઉત્તમ ધર્મસાહિત્ય અને ‘આત્મધર્મ’ વસાવો તે સાહિત્ય આપના
વંશ–પરિવારને માટે એકવાર ઉત્તમ નિધાન થઈ પડશે. સોના–ઝવેરાત કરતાંય ઉત્તમ–
વીતરાગી સાહિત્યવડે આપનું ઘર વધુ શોભી ઊઠશે.
જૈનધર્મનો પ્રસાદ–
હું દુઃખી તો ઘણા ભવોમાં થયો. બસ, હવે આ ભવ દુઃખી થવા માટે નથી; આ
ભવ તો સુખી થવા માટે છે. દુઃખનો અંત કરીને હવે તો સાદિ અનંત સુખી જ રહેવાનું
છે. –આ મારા જૈનધર્મનો ને શ્રીગુરુનો પ્રસાદ છે.