: ૨૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
कातंत्र–વ્યાકરણનું પહેલું સૂત્ર
હિંદીભાષી વયોવૃદ્ધ સજ્જનો કહે છે કે સરકારી નિશાળોમાં અમને સૌથી પહેલાંં
‘ओनामासीधं’ એમ શીખવાતું હતું; પણ તેનો અર્થ શું હતો–તે અમે જરાય સમજતા ન
હતા.
‘
ओनामासीधं’ એ અશુદ્ધ ઉચ્ચાર વડે સંસ્કૃતનું બગડેલું રૂપ છે; તેની મૂળ શુદ્ધ
ભાષા આ પ્રમાણે છે– ‘ओ नमः सिद्धं। અને તે કાતંત્ર–વ્યાકરણનું સૌથી પહેલું સૂત્ર છે.
પૂર્વે તે વ્યાકરણ શીખવતા, તેથી સ્વાભાવિકપણે જ સૌથી પહેલાંં ‘“ નમ: સિદ્ધં’ એમ
ગોખાવતા. (સન્મતિસંદેશના આધારે)
આપણા ગુજરાતમાં પણ ૮૦ વર્ષ પહેલાંંના સ્મરણો યાદ કરતાં ગુરુદેવ ઘણી
વાર કહે છે કે ધૂળી–નિશાળમાં અમને સૌથી પહેલાંં ‘સિદ્ધો વર્ણં સમામ્નાય:’ એમ
ગોખાવતા; પણ તે વખતે તેનો કોઈ અર્થ સમજાતો ન હતો. પાછળથી મોક્ષમાર્ગ
પ્રકાશક વાંચતાં તેમાં એ શબ્દ આવ્યા, ત્યારે તેનો અર્થ સમજાયો કે ‘સિદ્ધો વર્ણં
સમામ્નાય’ એટલે વર્ણ–અક્ષરોની આમ્નાય અનાદિથી સિદ્ધ છે.–આ બંને દ્રષ્ટાંતથી
ખ્યાલ આવશે કે આપણા દેશની પ્રાચીન શિક્ષણપદ્ધતિ કેટલી સરસ સંસ્કારી હતી!
બંધુઓ, આપણા બાળકોને એવા જ ઉત્તમ સંસ્કારો આપવાનો જમાનો ફરીને અત્યારે
આવી ગયો છે. વીરનાથના મોક્ષગમનના આ રપ૦૦ મા વર્ષમાં સૌ જાગીએ ને
બાળકોને પહેલેથી વીરશાસનના ઉત્તમ સંસ્કાર આપીએ.
રુ નિયમસાર (ગુજરાતી) મૂળશાસ્ત્ર છપાઈને તૈયાર થવા આવ્યું છે.
રુ સમ્યક્ત્વ–કથા (આઠ અંગનું સ્વરૂપ, આઠ અંગની કથા તથા આઠ અંગના
આઠ ચિત્રો સહિત પ્રગટ થયેલ છે. કિંમત રૂા. ૧–૦૦)
રુ બે સખી (અંજનાચરિત્ર) પુન: પ્રગટ થયેલ છે. (કિંમત ૦–પ૦)
રુ આત્મધર્મ દિવસે–દિવસે વિકસી રહ્યું છે. કાગળ વગેરેની સખ્ત મુશ્કેલી વચ્ચે
પણ માત્ર ચાર રૂપિયા લવાજમમાં અપાય છે. આપના ઘરમાં ધર્મના ઉત્તમ
સંસ્કારની રેલમછેલ કરવા આત્મધર્મ મંગાવો; સ્નેહી–મિત્રોને પણ મોકલો.
લખો–આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (૩૬૪રપ૦)