: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૫ :
સિંહ કરતાંય શૂરવીર મુમુક્ષુ –
વીર સર્વદમન શૂરવીર મુમુક્ષુ
સિંહણનું મોઢું ફાડીને તેમ કર્મરૂપી સિંહનું મોઢું ફાડીને
તેના દાંત ગણે છે... નિજ આત્માને દેખે છે.
‘સર્વદમન’ ની વીરતાની એક વાત પ્રસિદ્ધ છે કે, તે નાનો હતો ત્યારે એકવાર
સિંહના બચ્ચાંને રમતાં–રમતાં હાથમાં તેડ્યું; સિંહણ પણ સામે જ ઊભી હતી, ને આંખ
ફાડીને જોઈ રહી હતી. પણ આ સર્વદમનને કોની બીક? એણે તો નિર્ભયપણે સિંહણનું
મોઢું ઝાલીને કહ્યું કે– ‘ઉઘાડ તારું મોઢું; મારે તારા દાંત ગણવા છે! ’ જુઓ, કેટલી હિંમત!
તેમ અહીં ‘સર્વદમન’ એવો મુમુક્ષુ આત્મા શૂરવીર થઈને મોક્ષને સાધવા જાગ્યો,
તે સર્વે કર્મરૂપી સિંહનું દમન કરતાં ચૈતન્યની વીરતાથી કહે છે કે–ખૂલી જા કર્મ; મારે
મારો પરમાત્મા દેખવો છે! મારા પરમાત્મામાં તારો અભાવ છે. ચૈતન્યમાં વળી કર્મ
કેવા? આમ, કર્મરૂપી સિંહનું મોઢું ફાડીને પોતે પોતાના પરમાત્માને દેખી લ્યે છે.
–આત્માને સાધવા નીકળ્યા એ તે કાંઈ કર્મથી ડરતા હશે? એ તો પોતાની
પ્રભુત્વશક્તિવડે કર્મને તોડીને પરમાત્મા થાય છે.
(પ્રભુત્વશક્તિના પ્રવચનમાંથી)