: ૨૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
ગતાંકમાં વિચારવાના ચાર પ્રશ્નો લખેલ, તેનો જવાબ –
(૧) આપણા ગુજરાત–સૌરાષ્ટ્રમાં ચાર સિદ્ધક્ષેત્રો આવેલા છે– ગીરનાર, શત્રુંજય,
પાવાગઢ અને તારંગા. ગીરનાર–તીર્થમાં ભગવાન નેમિનાથના દીક્ષા કલ્યાણક,
જ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક થયા છે તથા શ્રીકૃષ્ણના પુત્રો વગેરે ૭ર
કરોડને સાતસો મુનિઓ સિદ્ધપદ પામ્યા છે. શત્રુંજયતીર્થમાં ત્રણ પાંડવો વગેરે
આઠ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા છે. પાવાગઢતીર્થમાં રામકુમારો લવ–કુશ,
લાટદેશના રાજા અને પાંચ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા છે; તથા
તારંગાતીર્થમાં વરદત્ત–સાગરદત્ત વગેરે સાડાત્રણ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા
છે. તે સર્વે સિદ્ધભગવંતોને અને સિદ્ધિધામને નમસ્કાર હો.
(ર) સિદ્ધભગવાન સંપૂર્ણ સુખી છે, તેમને જરાય દુઃખ નથી. તેઓ દેવગતિમાં,
મનુષ્યગતિમાં કે સંસારની કોઈ ગતિમાં નથી, મોક્ષગતિમાં છે. અરિહંત
ભગવંતોય જોકે સંપૂર્ણ સુખી છે, પરંતુ તેઓ હજી મનુષ્યગતિમાં છે.
સિદ્ધભગવંતો ચારે ગતિથી પાર છે.
(૩) પંચપરમેષ્ઠી ભગવંતોમાં અરિહંત અને સિદ્ધ ભગવંતો સર્વજ્ઞ છે; આચાર્ય–
ઉપાધ્યાય–સાધુ હજી સર્વજ્ઞ નથી પણ રત્નત્રય વડે સર્વજ્ઞપદને સાધી રહ્યા છે.
(૪) પાંચપરમેષ્ઠી ભગવંતોમાંથી સિદ્ધભગવંતો પંચમગતિમાં એટલે કે મોક્ષગતિમાં
બિરાજે છે. બાકીનાં ચારે પરમેષ્ઠી મનુષ્યગતિમાં હોય છે. એ સિવાયની
ત્રણગતિમાં પંચપરમેષ્ઠીપદ હોતું નથી; સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન હોઈ શકે છે.
“મહાવીર ભગવાન” સંબંધમાં જે ભાઈ –
બહેનોએ લેખ લખી મોકલ્યા છે તે સૌને ધન્યવાદ!
હજી પણ જેમને લેખ લખવા ઈચ્છા હોય તેમને
જાન્યુઆરી માસની આખર તારીખ સુધી તક
આપવામાં આવે છે. લેખ મોકલનારનાં નામો અને
બીજી માહિતી આગામી અંકમાં આપીશું. લેખ
મોકલનાર સૌને આ અઠવાડિયામાં પુસ્તક મળશે.