Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 41

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સમ્મેદશિખરજી–મુંબઈ વગેરેમાં હાર્દિક ઉદગારોવડે તેમણે ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાંજલિ
આપતાં કહેલું કે અનંત તીર્થંકરોએ જે માર્ગ પ્રકાશ્યો તે જ માર્ગ આપશ્રી દેખાડી
રહ્યા છો. જયપુરમાં વિદ્વાનો વચ્ચે થયેલી મહત્ત્વની તત્ત્વચર્ચા વખતે તેમણે
મધ્યસ્થી તરીકેની સુયોગ્ય કામગીરી સંભાળી હતી. શ્રીમાન હુકમીચંદજી શેઠના
તેઓ એક માનીતા વિદ્વાન હતા, અને છેલ્લા અનેક વર્ષોથી ઉદાસીન જીવન
ગાળતા હતા. જૈનધર્મના સંસ્કારથી રંગાયેલો તેમનો આત્મા, જૈનધર્મના
સારરૂપ આત્મઅનુભૂતિ પામો–એવી ભાવના ભાવીએ છીએ.
* વઢવાણ શહેરના વયોવૃદ્ધ આગેવાન ભાઈશ્રી તલકશી માણેકચંદ દોશી (ઉ. વર્ષ
લગભગ ૯૦) તા. ૧૪–૧ર–૭૩ ના રોજ વઢવાણ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ વઢવાણ દિ. જૈન સંઘના પ્રમુખ હતા, અને ઘણા વર્ષોથી પૂ. ગુરુદેવના
સત્સંગમાં આવ્યા હતા. વઢવાણ શહેરમાં વર્ધમાન ભગવાનનું નવું ભવ્ય
જિનમંદિર બંધાવવામાં તેમના સુપુત્રોને સારો ઉત્સાહ છે.
* રાણપુરના શ્રી પાંચુબહેન (તેઓ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી પ્રેમચંદભાઈ
શેઠના કાકી) સોનગઢ મુકામે માગશર વદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વૃદ્ધાવસ્થાની અનેક હાડમારી વચ્ચે પણ અનેક વર્ષોથી સોનગઢ રહીને તેઓ
સત્સંગનો લાભ લેતા હતા. સ્વર્ગવાસના દિવસે સવારે પણ તેઓ જિનમંદિરે
તથા પ્રવચનમાં આવ્યા હતા.
* ધાંગધ્રાના ભાઈશ્રી છોટાલાલ ડામરદાસ (તેઓ બ્ર. કંચનબેન વગેરેના પિતાજી
ઉ. વ. ૭૮) સોનગઢ મુકામે માગશર વદ અમાસના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેમની ચારે પુત્રીઓ બાલબ્રહ્મચારી છે ને અનેક વર્ષોથી સોનગઢ રહીને
સત્સંગનો લાભ લ્યે છે. સ્વ. છોટાભાઈ પણ ઘણા વર્ષોથી સોનગઢ રહેતા હતા,
ને ચાલવાની તકલીફ છતાં પૂજન–પ્રવચનાદિનો નિયમિત લાભ લેતા હતા;
છેલ્લા દિવસ સુધી તેઓ પ્રવચનમાં આવ્યા હતા. સ્વાધ્યાયનો પણ તેમને રસ
હતો, થોડા દિવસ પહેલાંં જ તેમણે કહેલું કે મારે તો જીવતાં જ જમણ કરતા જવું
છે. તે અનુસાર તેમણે જીવતાં જ (પોષ વદ તેરસે પરમાગમ ઉત્સવની કંકોતરી
લખાય ત્યારે) સંઘનું જમણ કરવાનું જાહેર કર્યું હતું.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગ–દેવ–ગુરુ–ધર્મના આશ્રયે આત્મહિત પામો.