Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩૫ :
ચિંતવતાં ધ્યાનમાં અમને કોઈ અપૂર્વ આનંદ અનુભવાય છે; માટે તે ધ્યાન સત્ છે, તેનું
આ ફળ છે. જો તે ધ્યાન જૂઠું હોય તો તેના ફળમાં આનંદ કેમ આવે? પર્યાયમાં હજી
પૂરું પરમાત્મપણું પ્રગટ્યું ન હોવા છતાં, શક્તિમાં રહેલા પરમાત્મસ્વરૂપમાં પર્યાયને
લીન કરીને પરમાત્મસ્વરૂપે જ પોતે પોતાને ધ્યાવતાં ધર્મીને નિર્વિકલ્પ અનુભવનો
પરમ અદ્ભુત આનંદ થાય છે; માટે પરમાત્મસ્વરૂપે પોતાને ચિંતવવો તે સત્ છે.–
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. (રર)
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. (૬૦)
દેહનો સંયોગ અને પર્યાયમાં રાગાદિભાવો હોવા છતાં, તેટલો જ પોતાને ન
માનતાં, દેહથી ભિન્ન ને રાગથી પાર એવો અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ પણ પોતામાં સત્
છે–તે રૂપે પોતાના આત્માને શ્રદ્ધા–જ્ઞાન–ચિંતનમાં લેવો તે અરિહંત પરમાત્માનું અભેદ–
ધ્યાન છે, તેમાં સાધકને આત્માના આનંદનો અનુભવ થાય છે, ને પર્યાયમાં શુદ્ધતા થાય
છે. એવો જીવ સ્વ–પરનો ખરો વિવેકી પંડિત છે. બાકી શાસ્ત્ર ભણી–ભણીને પંડિત
કહેવડાવે–પણ જે એમ માને કે રાગની ક્રિયા અથવા શરીરની ક્રિયા મોક્ષનું કારણ થશે,
–તો તે પંડિત માત્ર ફોતરાં–ખંડિત છે, એટલે કે તે ખરેખર પંડિત નથી પણ મૂરખ છે. હે
ભાઈ! શાસ્ત્રોએ બતાવેલી મૂળવસ્તુ તો તારા અંતરમાં છે,–જે દેહથી પાર છે, રાગથી
પાર છે, ઈંદ્રિયજ્ઞાનથીયે પાર છે, એવી ચૈતન્યભાવમય વસ્તુને અંર્તદ્રષ્ટિથી તું જાણ–
જૈનધર્મના સાચા પંડિત કે શ્રાવક થવા માટે આ જ પહેલું કર્તવ્ય છે.
–જય મહાવીર
* * * * *
વૈરાગ્ય–સમાચાર:–
* ઈંદોરના વયોવૃદ્ધ પંડિત શ્રી બંસીધરજી ન્યાયાલંકાર (ઉ. વ. ૮૩) તા. ૭–૧ર–૭૩
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓનો શાસ્ત્રાભ્યાસ ઘણો વિશાળ હતો, મોટા
ભાગના સંસ્કૃત શ્લોકો તેમને મોઢે હતા. તેઓ શ્રી ગણેશપ્રસાદજી વર્ણીજીની
હરોળના, પ્રાચીન પેઢીના એક પંડિત હતા, ને હાલના પંડિતોમાંથી સેંકડો પંડિતોના
વિદ્યાગુરુ હતા. અવારનવાર સોનગઢ આવીને તેઓ ગદગદિત થઈ જતા;