: ૩૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આવડતું ન હોય, પણ જેને આત્માનું સ્વરૂપ જાણીને તેનો અનુભવ કરતાં આવડયું તે
પરમાર્થમાર્ગમાં પંડિત છે, બારે અંગનો સાર તેણે જાણી લીધો છે. અને જે સ્વ–પરની
ભિન્નતા જાણતો નથી, પરભાવથી ભિન્ન શુદ્ધાત્માને પોતામાં અનુભવતો નથી, તે
અજ્ઞાની ભલે કદાચ ઘણાં શાસ્ત્રો ભણે તોપણ તે મોક્ષસુખને જરાપણ પામતો નથી. આ
રીતે જે શુદ્ધાત્માને જાણે છે તે જ ખરો શૂરવીર ને પંડિત છે. શ્રી કુંદકુંદસ્વામી પણ કહે છે
કે–
તે ધન્ય છે કૃતકૃત્ય છે શૂરવીર ને પંડિત છે,
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો, સ્વપ્નેય નહિ દૂષિત છે. (મોક્ષપ્રાભૃત ગા. ૮૯)
એકલા શાસ્ત્રભણતરથી ધર્મમાં પંડિતપણું કહેતા નથી. શુદ્ધનયઅનુસાર સાચા
તત્ત્વને જાણીને સર્વજ્ઞવચનઅનુસાર પંડિતો તેનું કથન કરે છે. પરંતુ આત્માના મૂળભૂત
સત્ય સ્વરૂપને તો જેઓ જાણતા નથી ને શાસ્ત્રના જાણપણામાં જ સંતુષ્ટ થઈને બેઠા છે
એવા પંડિતને માટે તો કહે છે કે–
पंडिय पंडिय पंडिय कण छंडिय वि तुस खंडिया।
पय अत्थं तुठ्ठोसि परमत्थ ण जाणई मूढोसि।।
(મોક્ષમાર્ગપ્રકાશકમાં પાહુડદોહાની ગા. ૮પ)
હે પંડિત! હે પંડિત! હે પંડિત! જો તું પરમાર્થ તત્ત્વને નથી જાણતો ને શબ્દના
અર્થમાં જ સંતુષ્ટ છો તો, કણને છોડીને ફોતરાં ખાંડનારની જેમ તું મૂર્ખ છો. અહો, બધી
વિદ્યાઓમાં આત્માને જાણનારી વિદ્યા તે જ સૌથી શ્રેષ્ઠ વિદ્યા છે. આવી અધ્યાત્મવિદ્યા
એ તો ભારતદેશની મૂળ વસ્તુ છે, તેને લોકો ભૂલી ગયા છે; અત્યારે તેનો જ પ્રચાર
કરવા જેવું છે.
ધર્મી જાણે છે કે અહો, પરમાત્મપણું મારા આત્મામાં ભર્યું છે; આ શરીરાદિ હું
નહીં. આ રીતે જેણે દેહ અને આત્માની ભિન્નતાનો વિવેક કર્યો અને અંતર્મુખ થઈને
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો તે ખરો પંડિત છે, તે મોક્ષનો સાધક છે,
પંચપરમેષ્ઠીપદને તે પોતામાં દેખે છે. –
આત્મા તે અરિહંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ ઉવઝાય ને સાધુ નિશ્ચયે તે જ. (૧૦૪)
તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે મારા આત્મામાં પરમાત્મસ્વભાવ છે, એટલે
શુદ્ધદ્રષ્ટિથી હું પરમાત્મા જ છું.–આ પ્રમાણે પોતાના સ્વભાવને પરમાત્મસ્વરૂપે