Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 53

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૯ :
(લેખાંક) (અંક ૩૬૧ થી)
૧૦
ચાલુ
અહો, જિનમાર્ગનો ઉપદેશ સર્વે જીવોનું હિત કરનાર છે; તે જ
ઈષ્ટ–ઉપદેશ છે. વીતરાગી આચાર્યોની પરંપરાથી શુદ્ધ જૈનમાર્ગનો જે
ઉપદેશ ચાલ્યો આવે છે તે જ આ પરમાગમોમાં કુંદકુંદસ્વામીએ સંઘર્યો
છે. આ ઉપદેશ આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને જીવનું હિત કરનાર છે.
આવા હિતકારી પરમાગમ સોનગઢના પરમાગમ–મંદિરમાં કોતરાઈ
ગયા છે, અને તેનો ભાવ ધર્મીના અંતરમાં કોતરાઈ ગયો છે. આ
પરમાગમની મધુરી પ્રસાદી ગુરુદેવ આપણને રોજ આપી રહ્યા છે....
ને આત્મધર્મ દ્વારા આપ સૌ આનંદથી તે વાંચી રહ્યા છો.
અહો, અદ્ભુત હિતકારી જિનમાર્ગ!
તેનો બોધ સર્વે જીવોનું ભલું કરનાર છે; તેનું સેવન કરો.

બોધપ્રાભૃતની શરૂઆતમાં બહુશ્રુતધારી શુદ્ધ સમ્યક્ત્વ–સંયમસહિત અને
કષાયરહિત એવા શુદ્ધ આચાર્યોને વંદન કરીને, કુંદકુંદસ્વામી કહે છે કે–અહો! જિનવરદેવે
સર્વે જીવોને બોધ પમાડવા અર્થે એટલે કે સર્વે જીવોના હિતને માટે જે ઉપદેશ કહ્યો છે તે
જ ઉપદેશ હું આ બોધપ્રાભૃતમાં કહીશ. આ ઉપદેશ કેવો છે? કે છકાયજીવોને સુખકર છે;
જે છકાયજીવોની હિંસાથી રહિત છે તેથી છએ કાયજીવોને માટે સુખકર છે. જિનમાર્ગમાં
કહેલો આવો ઉત્તમ વીતરાગી બોધ હું આ બોધપ્રાભૃતમાં કહીશ, તેને હે ભવ્ય જીવો! તમે
આદરપૂર્વક સાંભળો! તે સાંભળતાં, તેના ભાવનું ઘોલન કરતાં તમારા બોધની શુદ્ધિ થશે.
જિનશાસન બધા ભાવોનું જ્ઞાન કરાવે છે, પણ તેમાં શુદ્ધભાવોનું ગ્રહણ કરાવે છે
ને હિંસાદિ અશુદ્ધભાવોને તે છોડાવે છે. પાપભાવોનું ને પાપનાં સ્થાનોનું જ્ઞાન કરાવે,
પણ તે પાપની પુષ્ટિ કદી ન કરે, પાપથી છોડાવે. એમ જૈનમાર્ગમાં સર્વત્ર
વીતરાગભાવનું જ તાત્પર્ય છે, ક્યાંય પણ હિંસાદિનું પોષણ તેમાં નથી; આવો