Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 53

background image
: ૧૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
શુદ્ધ જૈનઉપદેશ વીતરાગી આચાર્યોની પરંપરાથી ચાલ્યો આવે છે તે જ આ
પરમાગમોમાં કુંદકુંદસ્વામીએ સંઘર્યો છે. તે ઉપદેશ જીવનું હિત કરનાર છે. એવા
હિતકારી પરમાગમ આપણે અહીં (સોનગઢમાં) પરમાગમ–મંદિરમાં કોતરાઈ ગયા છે;
તેનો ભાવ ધર્મીના આત્મામાં કોતરાઈ ગયો છે.
અહો, જિનમાર્ગનો આ ઉપદેશ જીવોને ધર્મમાર્ગમાં સાવધાન કરે છે ને કુમાર્ગથી
છોડાવે છે. માટે હે ભવ્ય જીવો! તમે આ ઉપદેશનું શ્રવણ કરો.
ધર્મનું આયતન ક્યું છે? પરમાર્થે સમ્યક્ત્વાદિ વીતરાગધર્મરૂપે પરિણમેલો
આત્મા, તે પોતે ધર્મનો આશ્રય, એટલે ધર્મનું સ્થાન છે; આવા પરમાર્થ ધર્મ–આયતનને
ઓળખીને વ્યવહારમાં જિનમંદિર તે ધર્મનું આયતન છે. તેમાં જે જિનબિંબની સ્થાપના
છે તે પણ વીતરાગ હોય છે. જેમ ધર્મ વીતરાગ છે, રાગ વગરનો છે, તેમ તેની
સ્થાપનારૂપ પ્રતિમા વગેરે પણ વીતરાગ હોય છે, રાગનાં ચિહ્ન તેમાં હોતાં નથી. આવા
જિનમાર્ગને હે ભવ્ય જીવો! તમે ઓળખો; અને જિનમાર્ગથી વિપરીત એવા કુમાર્ગથી
દૂર રહો.
ધર્મનું સાચું આયતન જે પોતાનો આત્મા, તેને ભૂલીને એકલા બાહ્ય
આયતનના સેવન વડે ધર્મની પ્રાપ્તિ થતી નથી. બહારથી ધર્મની પ્રાપ્તિ કેમ થાય?
અનંત–ગુણધામ આત્મા તે ધર્મનું સ્થાન છે, તેના સેવનથી સમ્યક્ત્વાદિ ધર્મની પ્રાપ્તિ
થાય છે. મોક્ષમાર્ગ સ્વદ્રવ્યના આશ્રયે થાય છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ થતો નથી.
* મોક્ષમાર્ગ નિર્ગ્રંથ છે *
સૂત્રપ્રાભૃતની ૨૩મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–નગ્નમુનિપણું તે જ
મોક્ષમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. જિનશાસનમાં વસ્ત્રધારી જીવને મુક્તિ નથી,–પછી
ભલે તીર્થંકર પણ હોય;–જ્યાં સુધી તે વસ્ત્રસહિત છે ને નગ્ન–મુનિદશા અંગીકાર કરતા
નથી ત્યાં સુધી તે પણ મોક્ષને પામતા નથી. વસ્ત્રસહિત દશામાં સમ્યગ્દર્શન હોઈ શકે
પણ મુનિપણું હોઈ શકે નહીં. વસ્ત્રસહિત દશામાં મુનિપણું માનવું તે સન્માર્ગ નથી, તે
તો ઉન્માર્ગની શ્રદ્ધા છે, તીર્થંકરોના નિર્મોહમાર્ગની તેને ખબર નથી.
રે નગ્ન મુક્તિમાર્ગ છે.....બાકી બધા ઉન્માર્ગ છે.
णग्गो विमोक्खमग्गो सेषा उम्मगया सव्वे।
ચારિત્રપ્રાભૃત ગા. ૩૯ માં કહે છે કે–