જીવ–અજીવના ભેદજ્ઞાનરૂપ સમ્યગ્જ્ઞાન, અને રાગાદિ દોષરહિત એવી
વીતરાગતા,–તે મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ છે. વીતરાગ–વિજ્ઞાનને મોક્ષમાર્ગ કહ્યો તેમાં આવું
વિજ્ઞાન અને આવી વીતરાગતા હોય છે. સમ્યગ્જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, ને
ચારિત્ર વગર મોક્ષ હોતો નથી.
* ચારિત્ર કેવું?–કે રાગ વગરનું; (રાગ તે ચારિત્ર નહીં. )
* જ્ઞાન કેવું? કે જીવ અને અજીવ બંનેના ભિન્નભિન્ન સ્વરૂપને જાણનારું
સમ્યગ્જ્ઞાન; (એકલું બહારનું જાણપણું તે જ્ઞાન નહીં.)
આવા જ્ઞાન ને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. સમ્યગ્જ્ઞાનની સાથે સમ્યગ્દર્શન આવી
ગયું; આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. આવો મોક્ષમાર્ગ હોય ત્યાં
બાહ્યમાં નગ્નતા જ હોય છે. શ્રીમદ્રાજચંદ્રજી આવા મોક્ષમાર્ગની ભાવના ભાવતાં કહે
છે કે–‘ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો’ તેમાં અંતર અને બાહ્ય બંને પ્રકારે નિર્ગ્રંથ
થવાની ભાવના છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા તે જ સાચું ચૈત્ય;
તે જેમાં બિરાજે છે તે સાચું ચૈત્યાલય.
‘ચૈત્ય’ એટલે જ્ઞાન; તે જેમાં રહે છે તે ‘ચૈત્ય–ગૃહ છે. મુનિ વગેરે ધર્મી જીવોના
આત્મામાં શુદ્ધજ્ઞાનરૂપ ચૈત્ય વસે છે તેથી તે આત્મા જ ચૈત્ય–ગૃહ છે. પરમાર્થે બધા
આત્મા ચૈત્યસ્વરૂપ–ચેતનાસ્વરૂપ છે તેથી તે ચૈત્યગૃહ છે; આવા આત્માના અનુભવરૂપ
જ્ઞાનચેતના જેના અંતરમાં વર્તે છે તે જીવ પરમાર્થ ચૈત્ય છે. આ ‘ભાવ–ચૈત્ય’ છે; ને
મંદિર વગેરેમાં ચૈત્ય (જિનપ્રતિમા) ની સ્થાપના તે સ્થાપના–ચૈત્ય છે, તે વ્યવહાર છે.
–બંનેને જેમ છે તેમ જાણવા જોઈએ.
ચૈત્યસ્વરૂપ ભગવાન આત્મા છે, તેને જાણીને આદર કરે તે જીવ સુખને અને
મોક્ષને પામે છે. અને ચૈત્યસ્વરૂપ આત્માને જે જાણતો નથી ને તેનો વિરોધ કરે છે, તે
જીવ દુઃખને અને બંધને પામે છે. ચૈતન્યસ્વરૂપ આત્માના સેવનથી જીવને સુખનો
અનુભવ છે; ચૈત્યસ્વરૂપ આત્માથી જે પ્રતિકૂળ વર્તે છે તેને દુઃખનો અનુભવ છે.
પરમાર્થ ચૈત્યગૃહ તો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, ને વ્યવહારમાં તેની સ્થાપનારૂપ
ચૈત્ય–મંદિર (જિનમંદિર) વગેરે હોય છે; તે ‘સ્થાપના ’ ને ન જાણે તો તેનું પણ જ્ઞાન
સાચું નથી. સમ્યગ્જ્ઞાનના વિષયમાં નામ–સ્થાપના–દ્રવ્ય ને ભાવ એ ચારે નિક્ષેપ