Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
હરિનો મારગ છે શૂરાનો
મોક્ષના સાધક શૂરવીર હોય છે,
તે રાગની પ્રીતિમાં રોકાતા નથી
(પંચાસ્તિકાય ગાથા ૧ ઉપરના પ્રવચનમાંથી)
મોક્ષના સાધક જીવો શૂરવીર હોય છે; તે માટેનું દૃષ્ટાંત આપે પાછળના ચિત્રોમાં
જોયું; અહીં તે સંબંધી પ્રવચન આપ્યું છે. ભગવાન તીર્થંકરદેવનો ઉપદેશ–કે જે
નિર્બાધપણે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવનારો છે તે ઉપદેશ ઝીલીને જે જીવ
ચિદાનંદસ્વભાવને સાધવા નીકળ્‌યો તેના પુરુષાર્થનો વેગ સ્વભાવ તરફ હોય છે. તે
પરભાવ સામે જુએ નહિ, પરભાવની પ્રીતિમાં તે અટકે નહિ. ‘આ રાગનો કણિયો શુભ
છે, તે મને કંઈક લાભ કરશે, કંઈક મદદ કરશે–એમ રાગની સામે જોવા મોક્ષાર્થી જીવ
ઊભો ન રહે,....એ તો નિરપેક્ષ થઈને વીરપણે વીતરાગસ્વભાવ તરફની શ્રેણીએ ચડે
છે. તીર્થંકરોની ને વીરસંતોની વાણી જીવને પુરુષાર્થ જગાડનારી છે. તે કહે છે કે અરે
જીવ! તું વીતરાગમાર્ગને સાધવા નીકળ્‌યો ને ત્યાં વચ્ચે પાછો વળીને રાગની સામે
જોવા ઊભો રહે છે?–અરે નમાલા! શું તું વીતરાગમાર્ગને સાધવા નીકળ્‌યો છે? શું આમ
રાગની સામે જોયે વીતરાગમાર્ગ સધાતા હશે? તું વીતરાગમાર્ગ સાધવા નીકળ્‌યો ને
હજી તને રાગનો રસ છે?–છોડી દે એ રાગનું અવલંબન, છોડ એનો પ્રેમ!–ને વીર
થઈને ઉપયોગને ઝુકાવ તારા સ્વભાવમાં. વીતરાગમાર્ગનો સાધક શૂરવીર હોય છે, તે
એવો કાયર નથી હોતો કે ક્ષણિક રાગની વૃત્તિથી લૂંટાઈ જાય ‘હરિનો મારગ છે
શૂરાનો....કાયરનું નહીં કામ જો... ’ જેમ અરિહંતો મોહશુત્રને જીતવામાં શૂરવીર છે, તેમ
અરિહંતનો ભક્ત એવો સાધકજીવ પણ શૂરવીર હોય છે.
આ વાત સમજાવવા રાજપુત્રનું દૃષ્ટાંત: એક રજપૂત, જુવાનજોધ તાજો જ
પરણીને આવેલો. ત્યાં તો રાજ ઉપર શત્રુ આવ્યા, તેને જીતવા માટે લડાઈમાં જવાની
હાકલ વાગી...રજપૂતને લડાઈમાં જવાનું થયું; રજપૂત–માતાએ હસતે મુખડે તિલક