કરીને દીકરાને વિદાય આપી. બહાદૂર રજપૂતાણીએ પણ બહાદૂરીથી પતિને વિદાય આપી.
પણ–તે રજપૂત લડાઈમાં જતાં જતાં નવી પરણેલી પત્ની ઉપર ઘણા પ્રેમને લીધે વારંવાર
પાછો વળીને તેના મોઢા સામે જોયા કરે....ઝટ તેના પગ ઉપડે નહિ. ખરે ટાણે તેની આ
ઢીલાશ જોઈને વીર રજપૂતાણીથી રહેવાયું નહિ, હાકલ પાડીને તેણે કહ્યું; ઊભા રહો. આ
મોઢાનો મોહ તમને રોકે છે! આ મોઢું ભેગું લેતા જાવ એટલે તમારું ચિત્ત લડાઈમાં લાગે.
ગયો....તેની માતા કહે છે: અરે કાયર! તેં રજપૂતાણીના દૂધ પીધાં છે; ને આ લડાઈમાં
જવાના શૂરવીર થવાના ટાણે બાયડીનું મોઢું જોવા તું રોકાણો? છોડ એ વૃત્તિ! શું આ
રાગની વૃત્તિમાં રોકાવાના ટાણાં છે? અરે, આ તો શૂરવીર થઈને શત્રુને જીતવાના ટાણાં
છે, અત્યારે રાગની વૃત્તિમાં રોકાવાનું ન હોય....તેમ–
માતા શૂરાતન ચડાવે છે કે અરે જીવ! તું શૂરવીર થઈને ચૈતન્યને સાધવા નીકળ્યા છો,
તું વીરમાર્ગમાં મોહને જીતવા નીકળ્યો છો, તો રાગની રુચિ તને ન પાલવે. રાગની
સામે જોઈને રોકાવાના આ ટાણાં નથી; આ તો રાગની રુચિ તોડીને શૂરવીરપણે
મોહશત્રુને મારવાના ને ચૈતન્યને સાધવાના ટાણાં છે. વીરમાર્ગના સાધક શૂરવીર હોય
છે, તે એવા કાયર નથી હોતા કે રાગની વૃત્તિમાં અટકી જાય. વીરનો વીતરાગમાર્ગ
શૂરાનો છે. એ તો રાગના બંધન તોડીને શૂરવીરપણે મોહશત્રુને હણે છે ને ચૈતન્યને
સાધે છે.
રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે અને એવા આરાધક જીવ
રત્નત્રયની આરાધના પરના પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.