Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 53

background image
: ૨૮ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
ચાલો ચાખીએ પંચપરમેષ્ઠીનો પ્રસાદ
(વેલાવેલા આવજો સૌ આનંદ–ઉત્સવમાં...)
ભારતના હે ભવ્યજનો! પરમાગમોમાં પંચપરમેષ્ઠી
ભગવંતોએ આત્માના આનંદનો જે વીતરાગી પ્રસાદ ભર્યો છે
તેનો સ્વાદ ચાખવો હોય તો સુવર્ણપુરીમાં આવો....
વીર સં અઢીહજાર: પોષ વદ તેરસ...આજ સવારથી જ સોનગઢનું વાતાવરણ
મંગલમય હતું....દેવ–શાસ્ત્ર–ગુરુની પ્રતિષ્ઠાના મંગલ–વધામણાં આજથી શરૂ થતાં
હતા....પરમાગમના મંગલ મંડપે પંચપરમેષ્ઠીની પ્રસાદી લેવા ને મંગલ ઉત્સવ ઉજવવા
સર્વે સાધર્મીઓને ઉમંગભર્યા આમંત્રણ આજે મોકલાતા હતા. સૌના અંતરમાં મંગલ
ઉત્સવના પડઘમ વાગતા હતા. શરૂઆતના મંગલમાં પંચપરમેષ્ઠીની પ્રસાદી જેવા પંચ
પરમાગમની પરમાગમ મંદિરમાં પધરામણી થઈ...જિનવાણીના મંગલ ગીતથી
વાતાવરણ ગૂંજી રહ્યું. લોકમાં તો માતા હાલરડાં ગાઈને બાળકને સંભળાવે, અહીં તો
જિનવાણીમાતાના બાળકો ઉમંગભર્યા ગીત ગાતા હતા. ગીત પૂરા થતાં જેમ માતા
બાળકની સંભાળ લેવા દોડી આવે તેમ જિનવાણી–માતા વિદેહથી દોડી આવ્યા, ને શ્રી
ગુરુમુખેથી જિનવાણીનો મધુર પ્રવાહ છૂટવા લાગ્યો.
હે જીવ! તારો આત્મા જ તારું આલંબન છે. તારા જ્ઞાન–દર્શન–ચારિત્ર–
પરિણામમાં તારો આત્મા જ તને આલંબન છે; તારું આત્માનું આરામસ્થાન આત્મા જ
છે, તેમાં અંતર્મુખ થઈ એકાગ્ર થતાં રાગાદિ પરભાવ છૂટી જાય છે ને આતમરામ
પોતાના સાચા રૂપમાં આવે છે.
અહો, જિનવાણી તો જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરાવે છે; ‘ભેદવિજ્ઞાનત: