Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
ધર્માત્મા એમ અનુભવે છે કે હું પોતે મારા જ્ઞાન–દર્શન–ચારિત્રની નિર્મળ
પર્યાયમાં છું; રાગમાં હું નથી, શરીરમાં હું નથી; ને મારી નિર્મળ જ્ઞાનાદિ પર્યાયમાં રાગ
કે શરીર નથી, મારો આત્મા જ મારી જ્ઞાનાદિ પર્યાયમાં તન્મય વર્તે છે, ને મારી તે
પર્યાયોમાં મારો આત્મા જ આલંબન છે.–અંતર્મુખ થઈને આવું આલંબન જેણે લીધું તેણે
પોતાના આત્મામાં પરમાગમરૂપ ભાવશ્રુતની પ્રતિષ્ઠા કરી. આવું શુદ્ધાત્માનું આલંબન
તે જ સર્વ જિનાગમનો સાર છે.
ભાવલિંગી મુનિ તેમજ તેના પેટામાં સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા પણ, પોતાના
જ્ઞાનાદિની નિર્મળ પર્યાય સાથે આત્માને અભેદ અનુભવે છે; તે વાત ભગવાન
કુંદકુંદાચાર્યદેવ ભાવપ્રાભૃતની ૫૮ મી ગાથામાં બતાવે છે–
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य।
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।।५८।।
અહો, જ્ઞાન–દર્શન–ચારિત્રનો જે ભાવ મારામાં પ્રગટ્યો છે તેમાં મારો આત્મા જ
તન્મય છે, તેમાં આત્માનું જ આલંબન છે; તે જ્ઞાનાદિમાં કોઈ રાગનું, શાસ્ત્રના શબ્દોનું
કે પરનું આલંબન નથી. મારી જ્ઞાનપરિણતિ રાગને તાબે થયેલી નથી, તે તો આત્મામાં
સ્વવશ વર્તે છે.
અહો, જન્મ–મરણના આંટા જેને મટાડવા હોય તેને માટે આ વાત છે. વીર
થઈને વીરના માર્ગને સાધવાની આ વાત છે. આ વીરનો માર્ગ છે, કાયરનો માર્ગ નથી.
શૂરવીર થઈને એટલે રાગથી પાર થઈને, અંદર ચૈતન્ય–કારણપરમાત્માનો જેણે સ્વીકાર
કર્યો તેને મોક્ષમાર્ગરૂપી કાર્ય થવા જ માંડ્યું છે. જેને આવું કાર્ય નથી પ્રગટ્યું તેણે અંદર
કારણપરમાત્માનો સ્વીકાર જ કર્યો નથી. જે કારણ પરમાત્માને સ્વીકારે છે તેને તો તેનું
સમ્યગ્દર્શનાદિ કાર્ય પણ વિદ્યમાન વર્તે જ છે. અહો, કારણ–કાર્યની સંધિની આ અપૂર્વ
વાત છે.
ધર્મી જીવ જાણે છે કે મારા સમ્યગ્દર્શનમાં, મારા સમ્યગ્જ્ઞાનમાં મારો આત્મા જ
મને અવલંબનરૂપ છે. કોઈ બીજાના અવલંબને મારી શ્રદ્ધા–જ્ઞાનપર્યાય થઈ નથી.
શાસ્ત્રના અવલંબને કે રાગના અવલંબને મારી સમ્યક્ત્વાદિ પર્યાય થઈ