પરમાગમના મંડપમાં...તમે...આવજો....પધારજો... તમે....
વિદેહીનાથ પધારજો વળી સાધકસંતો આવજો,
અઢીદ્વીપનાં સૌ સાધર્મી...તમે આવજો...પધારજો... તમે... શ્રીવીર.
જ્યાં સમકિતનાં તો તોરણ છે, સુજ્ઞાન–મંગલદ્વાર છે,
જ્યાં ચારિત્ર–શિખર શોભે છે...તમે આવજો...પધારજો... તમે... શ્રીવીર.
પચ્ચીસો વરસે આવે છે શ્રી વીરપ્રભુ પધારે છે,
દર્શન આનંદકાર છે...તમે આવજો...પધારજો... તમે... શ્રીવીર.
શ્રી ગુરુ કહાન બોલાવે છે સૌ ભક્તો સ્વાગત આપે છે,
સુવર્ણે વાજાં વાગે છે....તમે આવજો...પધારજો... તમે... શ્રીવીર.
જ્યાં આનંદ અપરંપરા છે, જ્યાં ચૈતન્યનાં રસપાન છે,
જ્યાં રત્નત્રયનાં દ્વાર છે...તમે આવજો...પધારજો... તમે... શ્રીવીર.
જ્યાં વીરપ્રભુનાં વહેણ છે, જ્યાં કુંદપ્રભુનાં કહેણ છે,
જ્યાં ખુલ્લા મુક્તિ મારગ છે...તમે આવજો...પધારજો... તમે.... શ્રીવીર.
આ ઉત્સવમાં જો આવશો ને વીરનો મારગ જાણશો,
તો ભવના છેડા પામશો, તમે આવજો પધારજો... તમે... શ્રીવીર.