કરતા વૃદ્ધિ ધર્મની ને પોતે ધર્મ સ્વરૂપ,
સુવર્ણમાં પધારીયા, છે મહોત્સવ આનંદરૂપ.
ત્રણ શિખર એક મંદિરે, ને કળશા છે ઓગણીશ,
બિરાજે ભગવંત જે...તેને નમાવું શીષ.
()
કાલે કાલે ચ સમ્યગ્વર્ષતુ મઘવા વ્યાધયો યાન્તુ નાશમ્;
દુર્ભિક્ષં–ચૌરમારી–ક્ષણમપિ જગતાં માસ્મભૂન્જીવલોકે,
જૈનેન્દ્રં ધર્મચક્ર પ્રભવતુ સતતં સર્વસૌખ્યપ્રદાયિ.
અહો, જગતમાં સર્વ જીવોને સુખ દેનારું શ્રી જિનેન્દ્રભગવાનનું ધર્મચક્ર,
જગતમાં સતત પ્રવર્તો...શ્રી જૈનશાસનના પ્રતાપે સર્વે પ્રજાજનોનું કલ્યાણ
થાઓ; રાજ્યનું પાલન કરનારા ધાર્મિક અને બળવાન હો; દેશમાં સુકાળ હો
ને વ્યાધિનો નાશ પામો, દુર્ભિક્ષ–ચોરી–મરકી વગેરે કોઈ ઉપદ્રવ આ
જગતમાં એકક્ષણ પણ ન હો. અહો, આવું કલ્યાણકારી જૈનશાસન જયવંત
વર્તો. જિનેન્દ્રદેવના પંચકલ્યાણક જગતના જીવોનું કલ્યાણ કરો.
વર્દ્ધમાન ભગવાનની સવાપાંચ ફૂટની ભવ્ય પ્રતિમા તા. ૧૬ મીએ તૈયાર થઈ જશે, ને
લગભગ તા. ૧૯મીએ સોનગઢ પધારવાનો સંભવ છે.