: ૪૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
ચાલો બાળકો આનંદ કરીએ–
સોનગઢમાં આનંદનો મજાનો અવસર નજીક આવી રહ્યો છે. બાળકો, તમે પણ
ઉત્સવમાં આવી શકશો તો આનંદની વાત છે. ત્યાર પહેલાંંય તમને થોડોક આનંદ
કરાવીએ તમને ઉખાણા શોધવા તો બહુ ગમે, એટલે અહીં કેટલાક ઉખાણા આપ્યા
છે, તેનો જવાબ શોધતાં તમને આનંદ થશે ને ધાર્મિક જ્ઞાન પણ મળશે. (સં.)
(૧)
અક્ષર સાડાપાંચ છે, પ્રસિદ્ધ ભારતમાંય,
ત્રીજે–બીજે ઈષ્ટદેવ, એક–બેથી સંભળાય,
છેલ્લો–બીજો જળમાં વસે, ભારતના છે સન્ત,
એનું કહ્યું ઓળખશો તો લેશો ભવનો અન્ત.
(૨)
પહેલ–બીજે હેમ છે, ચાર અક્ષરનું ધામ;
ત્રીજો–ચોથો દૂર્ગ છે, કહોજી કયું તે ગામ?
(૩)
પ્રગટી વાણી વીરની, પંચાક્ષરી એ નામ;
ગૌતમ જ્યાં ગણધર થયા, કહોજી કયું એ ધામ?
(૪)
ઘાતીકર્મનો ક્ષય કરી પ્રગટ્યું જ્ઞાન અનંત;
દેહ છતાં પરમાતમા....કહોજી ક્્યા ભગવંત?
(૫)
ઉપયોગ લક્ષણ જેહનું, જાણે સૌને જેહ;
પણ ઈન્દ્રિયથી જણાય ના, ઓળખી કાઢો તેહ.
(૬)
સત્સંગના સેવન થકી જેની પ્રાપ્તિ થાય, એની
પ્રાપ્તિ થયા પછી જરૂર મુક્તિ થાય. એની
પ્રાપ્તિ થતાં અહો! આનંદ ઉરમાં ન માય. કરી
લ્યે પ્રાપ્તિ એહની તે ધન્ય ધન્ય જગમાંય.
(૭)
જીવને જીવ જાણ્યો નહિ, ગણ્યું શરીરને જીવ;
જેથી બહુ દુઃખી થયો, કહો કેવી એ ટેવ?
દૂશ્મન છઠ્ઠા ઉત્તરનો, જગતમાં એ દુષ્ટ, એને
જો હણી નાંખશો તો થશો અહિંસક પુષ્ટ.
(૮)
જો આત્માને જાણશું, થઈશું એમાં લીન;
એનું ફળ શું પામશું? શોધી લેજો પ્રવીણ.
(૯)
આત્માને નહિ જાણશો, કરશો કદી પુણ્યરાગ;
એનું ફળ શું પામશો? શોચો જરા દિમાગ.
(૧૦)
સૌથી મોટો દેવ છે, વિચરે અવનિમાંય,
ભરતમાં આવે નહિ છતાં કર્યો પરમ ઉપકાર.
ભક્ત એના ભરતે વસે, સાંભળી એની વાણ.
સંત હૃદય બિરાજતા કહોજી ક્યા ભગવાન?
(૧૧)
પ્રથમ બેમાં બાવન વસે, અક્ષર જેના પાંચ;
આપે સમ્યક્ જ્ઞાનને, જો તું ભાવથી વાંચ.
કુંદકુંદદેવનું હૃદય છે, ને વીરપ્રભુની વાણ,
કહાનગુરુને વાહલા ને ભારતના છે ભાણ.
જેનો ઉત્સવ અતિઘણો, મંદિર પણ છે મહાન,
વર્દ્ધમાન જિન શોભતા...કહોજી એનું નામ!